Gujarati Video : ગુજરાત પોલીસ માટે સૌથી મોટો પડકાર બેફામ રફ્તાર, રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં ઓવરસ્પીડના 20,737 કેસ નોંધાયા
પોલીસ વિભાગની તપાસ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. એક જ સપ્તાહમાં 2,723 નબીરા નશાની હાલતમાં વાહન હંકારતા ઝડપાયા છે.
અમદાવાદમાં (Ahmedabad) ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે સર્જેલા ગંભીર અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતના સમગ્ર રાજ્યમાં પડઘા પડ્યા હતા. જે બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી હતી અને સમગ્ર રાજ્યમાં મેગા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન સામે આવેલા આંકડા ચોંકાવનારા છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસમાં ઓવરસ્પીડના 20,737 કેસ નોંધાયા છે.
પોલીસ વિભાગની તપાસ દરમિયાન ડ્રિંક એન્ડ ડ્રાઇવના રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. એક જ સપ્તાહમાં 2,723 નબીરા નશાની હાલતમાં વાહન હંકારતા ઝડપાયા છે. તો ડ્રિંક એન્ડ ડ્રાઇવ સહિત ઓવરસ્પીડના કેસમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
Latest Videos
Latest News