ગુજરાત (Gujarat)માં કોરોનાનું સંકટ ઘેરાતુ જઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસો (Corona cases)નો રાફડો ફાટી રહ્યો છે. કોરોના હવે ધીરે ધીરે બાળકોને પણ બાનમાં લઈ રહ્યું છે. વડોદરા (Vadodara)માં 17 જેટલી શાળાઓ (Schools)માં 20 જેટલા વિદ્યાર્થીઓ (Students)ને કોરોનાનું સંક્રમણ લાગ્યુ છે.
ગુજરાતમાં અમદાવાદ અને સુરત પછી કોરોનાના સૌથી કેસ વડોદરામાં નોંધાઈ રહ્યા છે. ઓફલાઈન વર્ગો ચાલુ હોવાના કારણે વડોદરાની શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. વડોદરાની 17 જેટલી શાળાઓમાં કોરોનાના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 20 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે.
ઓફલાઈન વર્ગો દરમિયાન આ વિદ્યાર્થીઓ કેટલા લોકોના સંપર્કમાં આવ્યા હશે, તેની કોઈ જ માહિતી પ્રાપ્ત નથી. જો કે શાળાઓ દ્વારા જે વર્ગોના વિદ્યાર્થીને કોરોના થયો છે તે શાળાના વર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે. આ શાળાઓમાં વર્ગો એક સપ્તાહ માટે બંધ કરવામાં આવ્યા છે.
એક તરફ વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે. બીજી તરફ શાળાઓમાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. વડોદરાના જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાના જણાવ્યા અનુસાર વડોદરામાં 81, 711 કિશોરોમાંથી 63,189 કિશોરોને કોરોના સામેની રસી આપી દેવાઈ છે.
તેમણે જણાવ્યુ હતુ કે વડોદરાની શાળાઓમાં સરકારની કોરોના ગાઈડલાઈનનું કડક પાલન કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાના નિર્દેશ અપાયેલા છે.
આ પણ વાંચોઃ વડોદરા : પ્રભારી મંત્રીની SSG હોસ્પિટલ મુલાકાત, વેક્સિનેશન-ટેસ્ટિંગ- ઓક્સિજન વ્યવસ્થા અંગે સમીક્ષા કરી
આ પણ વાંચોઃ VADODARA : ઊંટ કરડવાથી પશુપાલકનો ચહેરો વેરવિખેર થઇ ગયો, SSG હોસ્પિટલમાં થઇ પ્લાસ્ટિક સર્જરી