Breaking News : એક્સપ્રેસ -વે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 ટ્રક બળીને ખાખ, જુઓ Video

Breaking News : એક્સપ્રેસ -વે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 2 ટ્રક બળીને ખાખ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 05, 2025 | 10:16 AM

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગુજરાતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ એક્સપ્રેસ -વે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાઈ જતા દુર્ઘટના સર્જાઈ છે.

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગુજરાતમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદ એક્સપ્રેસ -વે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ અન્ય ટ્રક અથડાઈ જતા દુર્ઘટના સર્જાઈ છે. અકસ્માત બાદ બંને ટ્રકમાં ભીષણ આગ લાગી હતી.

2 ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માત બાદ ભીષણ આગના કારણે બંન્ને ટ્રક બળીને ખાખ થઈ ગયા છે. પાછળની ટ્રકનો ડ્રાઈવર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 108 મારફતે ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે આગના કારણે રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતાની સાથે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેના પગલે તેઓ ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબૂ મેળવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 05, 2025 10:14 AM