AHMEDABAD : રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે. નાઇઝીરિયા અને દુબઇથી આવેલા બે પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે અને તેમના સેમ્પલમાં ઓમિક્રોન વેરીએન્ટ હોવાની પુષ્ટિ થઇ છે. આ બંને પુરુષમાં એક બોપલ અને એક બોડકદેવનો હોવાનું જાણવા મળ્યું છે. આ બંને સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બે કેસ સાથે અમદાવાદ શહેરમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 9 કેસ થયા છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બે દિવસ પહેલા ઓમિક્રોનના 5 નવા કેસ મળી આવ્યાં હતા. વિદેશથી આવેલી 1 બાળકી સહિત 4 મહિલાઓ ઓમિક્રોન સંક્રમિત થયા હતા. જેમાં કોંગોથી મકરબા આવેલી 8 વર્ષની બાળકી, 32 વર્ષની મહિલા, દુબઈથી થલતેજ આવેલી 39 વર્ષીય મહિલા, તાન્ઝાનિયાથી મણીનગર આવેલી 42 વર્ષીય મહિલા અને યુકેથી નવરંગપુરા આવેલી 40 વર્ષીય મહિલા કોરોના ઓમિક્રોન સંક્રમિત થઇ છે. અમદાવાદમાં 2 ઓમિક્રોન કેસ હતા અને આ 5 બાદ બીજા બે કેસ આજે 24 ડિસેમ્બરે મળી આવતા હવે શહેરમાં ઓમિક્રોનના કુલ કેસ 9 થયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જેના પગલે રાજયમાં અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બની ગયું છે. અમદાવાદ શહેરમાં 12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે.આ ઉપરાંત અમદાવાદ શહેરમાં મંગળવારે એક જ દિવસમાં કોરોનાના નવા 33 અને બુધવારે 25 કેસ નોંધાતા તંત્રની ઉંઘ ઉડી છે.
આ પણ વાંચો : રાજ્યમાં 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય વધારાયો, રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી રેહેશે રાત્રિ કરફ્યૂ
આ પણ વાંચો : GANDHINAGAR : એગ્રો GIDC તથા એગ્રો એક્સપોર્ટ પોલિસીને મળી સૈદ્ધાંતિક મંજૂરી, વિધાનસભા સત્ર દરમિયાન જાહેર કરાશે