Mahisagar : વણાકબોરી ડેમ પાસે ચાર યુવક ડુબ્યા, બે લોકોના મોત

|

Mar 18, 2022 | 6:01 PM

ધુળેટીને લઇ નહાવા ગયેલા કઠલાલના ચાર યુવક પાણીમાં ગરકાવ થયા છે. જેમાં બે યુવકના સ્થાનિક તરવૈયાઓ મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમજ બે યુવકની હજુ પણ શોધખોળ ચાલુ છે. તેમજ આ ઘટનાની જાણ થતાં બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

ગુજરાતમાં(Gujarat)  હોળી અને ધૂળેટીની ઉજવણી ચાલી રહી છે. તેવા સમયે મહીસાગર(Mahisagar)  જિલ્લાના વણાકબોરી ડેમ(Wanakbori Dam)  પાસે ચાર યુવક ડુબ્યાની માહિતી સાંપડી છે. તેમજ ધુળેટીને લઇ નહાવા ગયેલા કઠલાલના ચાર યુવક પાણીમાં ગરકાવ થયા છે. જેમાં બે યુવકના સ્થાનિક તરવૈયાઓ મૃતદેહ બહાર કાઢ્યા છે. તેમજ બે યુવકની હજુ પણ શોધખોળ ચાલુ છે. તેમજ આ ઘટનાની જાણ થતાં બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

ખેડામાં બે યુવકોના ડુબી જવાથી મોત

ખેડા જિલ્લાના ઝારોલ ગામના તળાવમાં ન્હાવા પહેલા બે યુવકના ડૂબી જવાથી મોત થયા છે. પ્રિતેશ અજીતભાઈ અને સાગર અજીતભાઈ નામના યુવકના ડૂબી જવાથી મોત થયા છે. હાલ બંનેના મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.

દ્વારકાના ભાણવડમાં 5 યુવકોના મોતની પુષ્ટિ

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો છે. અહીં, ત્રિવેણી સંગમમાંન્હાવા પડેલા 6 યુવકોના ડુબ્યા હોવાની આશંકા સેવાઇ રહી હતી. જોકે આ દુર્ઘટનામાં 5 યુવકોના મોતની પુષ્ટિ થઇ ગઇ છે. હાલ તો નદીમાં ન્હાવા પડેલા યુવકોના મૃતદેહોને ફાયર વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા બહાર કાઢી લેવામાં આવ્યા છે. શોધખોળ ચાલું છે. અને, સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તમામ પ્રકારની બચાવ કામગીરી આરંભી દેવાઇ છે. નોંધનીય છેકે ધૂળેટી પર્વની ઉજવણી બાદ આ યુવકો નદીમાં ન્હાવા પડયા હતા. અને, આ દરમિયાન પાંચેય યુવાનોએ જિંદગીથી હાથ ધોઇ નાંખ્યા હતા. હાલ આ યુવકો કોણ છે અને કયાંના વતની છે તેની પોલીસ વિભાગ છાનબીન કરી રહી છે.

આ પણ વાંચો : Dwarka: ફુલડોલ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી, અબીલ ગુલાલથી દ્વારકાધીશ મંદિર રંગાઈ ગયું

આ પણ વાંચો : પોરબંદરના કડછ ગામે ધૂળેટી પર્વની ગ્રામજનો દ્વારા 750 વર્ષ જૂની પરંપરાગત ઉજવણી

Published On - 5:59 pm, Fri, 18 March 22

Next Video