Breaking News: 192 વર્ષ જૂની પરંપરા, અમદાવાદનો ઐતિહાસિક ‘લાલદંડા સંઘ’ અંબાજી પહોંચ્યો – જુઓ Video

Breaking News: 192 વર્ષ જૂની પરંપરા, અમદાવાદનો ઐતિહાસિક ‘લાલદંડા સંઘ’ અંબાજી પહોંચ્યો – જુઓ Video

| Updated on: Sep 23, 2026 | 5:20 PM

અમદાવાદનો ઐતિહાસિક લાલદંડા સંઘ 192 વર્ષથી અંબાજીની પગપાળા યાત્રા કરે છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ સંઘ ગેટ નંબર 7 થી અનોખો પ્રવેશ કરે છે. એક મહામારી સામે લીધેલી માનતામાંથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતિક છે, જેમાં મહિલાઓ પણ ઉત્સાહભેર જોડાય છે.

ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે અમદાવાદનો ઐતિહાસિક લાલદંડા સંઘ માતા અંબાના ધામ અંબાજી પહોંચ્યો. 192 વર્ષ જૂની આ પરંપરા આઝાદી પૂર્વેથી પેઢી દર પેઢી જળવાઈ રહી છે. આ યાત્રા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ એક અનોખી આસ્થા અને પરંપરાની ગાથા છે, જે એક મહામારી સામે લેવાયેલી માનતા સાથે જોડાયેલી છે.

શ્રદ્ધાળુઓ એક ધજા, ધૂપિયું અને ત્રિશૂલ સાથે પગપાળા અંબાજી પહોંચે છે. અન્ય પગપાળા સંઘો શક્તિદ્વારથી પ્રવેશ કરતા હોય છે, ત્યારે લાલદંડા સંઘની આગવી પરંપરા મુજબ તેઓ માત્ર ગેટ નંબર 7 પરથી જ મંદિરમાં પ્રવેશ કરે છે. અંબાજી પહોંચતા ખોડિયાર માતાના મંદિરે મુખ્ય ગોર મહારાજ દ્વારા શ્રદ્ધાળુઓને કમરના ભાગે કુમકુમના થાપા લગાવી આશીર્વાદ આપવામાં આવે છે.

આ સંઘની યાત્રામાં મહિલાઓ પણ પુરુષો સાથે ઉત્સાહપૂર્વક જોડાય છે. આ સંઘ ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો અનોખો સંગમ દર્શાવે છે. મંદિર પહોંચતા ટ્રસ્ટના ચેરમેન, કલેક્ટર અને વહીવટદાર દ્વારા સંઘનું સ્વાગત કરવામાં આવે છે.

Breaking News : ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ ₹14 કરોડની વણવપરાયેલી ગ્રાન્ટ કરી પરત, બંને પ્રોજેક્ટના PI પદેથી રાજીનામું !

Follow Us
Loading...
Unable to load recommendations.