અંબાજી મંદિર દ્વારા સરકારની ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કીમમાં પોણા નવ મણ સોનું જમા કર્યું, જાણો કિંમત

પ્રજા પાસે તેમજ મોટી સંસ્થાઓ પાસે રહેલા સોના ને ઉપયોગ માં લેવા કેન્દ્ર સરકાર દ્વારા લોકો નું સોનુ મેળવી તેના ઉપર વ્યાજ આપવા માટે ની એક ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમ ચાલુ કરવામાં આવેલી છે. આ યોજના નો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ભરપૂર લઇ રહ્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રુપિયાનું સોનું બેંકમાં જમા કરવામાં આવ્યું છે. હજુ કેટલાક ટન ચાંદીને પણ બેંકમાં જમા કરવાનો નિર્ણય કરવામાં આવી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2024 | 4:08 PM

પ્રજા પાસે તેમજ મોટી સંસ્થાઓ પાસે રહેલા સોના ને ઉપયોગ માં લેવા કેન્દ્ર સરકાર દ્વારા લોકો નું સોનુ મેળવી તેના ઉપર વ્યાજ આપવા માટે ની એક ગોલ્ડ મોનિટઝેશન સ્કીમ ચાલુ કરવામાં આવેલી છે. આ યોજના નો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ભરપૂર લઇ રહ્યો છે .અંબાજી મંદિર માં 1960 થી વિવિધ માઇભક્તો દ્વારા દાન માં મળેલા સોના ના વિવિધ ઘરેણાં જે એકત્રિત કરવામાં આવ્યા હતા તે તમામ સરકાર ની આ ગોલ્ડ મોનિટઝેશન સ્કીમ માં મુકવા રાજ્ય સરકાર પાસે થી સિધ્યન્તિક મંજૂરી મેળવવામાં આવી હતી. જે બાદ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે બેંક ઓફ બરોડા માં 171 કિલો સોનુ ગોલ્ડ મોનિટાઇઝેશન સ્કીમ માં મૂકવામાં આવ્યું હતું. હાલ કુલ 175 કિલો સોનું એટલેકે આજની કિંમત અનુસાર અંદાજે 122 કરોડ ની કિંમત નુ આ સ્કીમ માં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે જમા કરાવ્યું છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ માતાજી ને ચઢાવવામાં આવેલા વિવિધ દાગીનાઓ ને ઓગાળી બિસ્કિટ સ્વરૂપે બનાવી બેંક માં જમા કરાવે છે. આ ગોલ્ડ મોનિટઈઝેશન સ્કીમ માં મુકવામાં આવેલા સોનાનું મળતા વ્યાજ ની રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓ ની સુખ સુવિધા માટે વાપરવામાં આવે છે. જેથી સોનુ પણ અકબંધ રહે છે અને સુવિધાઓમાં પણ વધારો થાય છે.

સાડા પાંચ-છ ટન ચાંદી પણ જમા કરાશે

જયારે ભક્તો દ્વારા માતાજી ને ચાંદી ના ઘરેણાં પણ વિવિધ સ્વરૂપે ચઢાવતા હોય છે. તે અત્યાર સુધી માં 5500 થી 6 હજાર કિલો જે હમણાં નાં ભાવ અનુસાર 50 કરોડ ની કિંમત થી વધુ ચાંદી એકત્રિત થયેલ છે. હજી આ મોનિટાઇઝેશન સ્કીમ માં મુકવામાં આવેલ નથી પણ આગામી સમય માં આ તમામ ચાંદી ની વેલ્યુએશન કરાવી આગળ ની કાર્યવાહી હાથ ધરાશે. જે અંદાજે 15 એક દિવસ માં પૂર્ણ કરાશે તેમ અંબાજી મંદિર ના અધિક કલેકટર અને વહીવટદાર કૌશિક મોદી એ જણાવ્યું હતું.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો, સતત ત્રીજા દિવસે વરસાદ
સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો, સતત ત્રીજા દિવસે વરસાદ
જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના : વડોદરા શહેર ભાજપ પ્રમુખ
જેને મત નથી આપ્યા તેના કામો નહીં કરવાના : વડોદરા શહેર ભાજપ પ્રમુખ
કોંગ્રેસે તેમના સત્તાકાળ દરમિયાન કેમ પ્લોટની હરાજી ના કરી ?
કોંગ્રેસે તેમના સત્તાકાળ દરમિયાન કેમ પ્લોટની હરાજી ના કરી ?
TRP ગેમઝોન અગ્નિકાંડમાં વિભાગીય તપાસ માટે 3 IAS અધિકારીની બનાવાઈ કમિટી
TRP ગેમઝોન અગ્નિકાંડમાં વિભાગીય તપાસ માટે 3 IAS અધિકારીની બનાવાઈ કમિટી
Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત
Rajkot : રૈયા નજીક બિલ્ડિંગના સ્વિમિંગ પુલમાં ડુબી જતા 2 બાળકીના મોત
g clip-path="url(#clip0_868_265)">