પાલનપુરમાં 16 વિસ્તારો કોલેરાગ્રસ્ત, આરોગ્ય સહિત તંત્ર દ્વારા કામગીરી શરુ કરાઈ, જુઓ

|

Jun 08, 2024 | 1:30 PM

પાલનપુરના કોટ વિસ્તારમાં લગભગ 300 લોકો કોલેરાગ્રસ્ત છે. જેને લઈ હવે તંત્ર દ્વારા આરોગ્ય વિભાગની ટીમો અલગ અલગ બનાવીને કાર્યવાહી શરુ કરવામાં આવ્યું છે. પાણી દૂષિત હોવાને કોલેરા થયો હોવાને લઈ તંત્રએ હવે આ દિશામાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોલેરાને લઈ તંત્ર દ્વારા હવે સફાળું થઈને કામે લાગ્યું છે. પાલનપુરના કોટ વિસ્તારમાં લગભગ 300 લોકો કોલેરાગ્રસ્ત છે. જેને લઈ હવે તંત્ર દ્વારા આરોગ્ય વિભાગની ટીમો અલગ અલગ બનાવીને કાર્યવાહી શરુ કરવામાં આવ્યું છે. પાણી દૂષિત હોવાને કોલેરા થયો હોવાને લઈ તંત્રએ હવે આ દિશામાં કાર્યવાહી શરુ કરવામાં આવી છે. કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ વિસ્તારોમાં આરોગ્યની ટીમો દ્વારા કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

શનિવારે આરોગ્ય વિભાગે ટીમોમાં વધારો કરીને 25 ટીમોથી કામ હાથ ધર્યાનો દાવો કર્યો છે. પાણીની ટાંકીઓની સફાઈ કરવાથી લઈને તમામ મુદ્દાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. નગર પાલિકા દ્વારા પણ ક્લોરીનેશન સહિત સફાઈ અને પાણીને લઈ કાર્યવાહી કરવાના પણ અધિકારીઓએ આદેશ કર્યા છે. સ્થાનિકો દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તાર સાથે ઓરમાયું વર્તન તંત્ર દ્વારા રાખવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video