વડોદરા વીડિયો : તોપના ધડાકાથી ગૂંજી ઉઠ્યુ નવલખી મેદાન, પોલીસ અને વકીલની હાજરીમાં 180 વર્ષ જૂની તોપનું કરાયુ નિરિક્ષણ

વડોદરા વીડિયો : તોપના ધડાકાથી ગૂંજી ઉઠ્યુ નવલખી મેદાન, પોલીસ અને વકીલની હાજરીમાં 180 વર્ષ જૂની તોપનું કરાયુ નિરિક્ષણ

| Edited By: | Updated on: Jan 28, 2024 | 10:21 AM

વડોદરાનું નવલખી મેદાનમાં તોપના ધડાકાથી ગૂંજી ઉઠ્યું છે. 180 વર્ષ જૂની પિત્તળની તોપના પરિક્ષણની વર્ષો પહેલા દેવ દિવાળી નિમિત્તે યોજાતા રણછોડજીના વરઘોડામાં ગાયકવાડી રાજની પિત્તળની તોપથી ધડાકા અને ભડાકા કરવામાં આવતા હતા.

વડોદરાનું નવલખી મેદાનમાં ફરી તોપના ધડાકાથી ગૂંજી ઉઠ્યું છે. આ કોઈ યુદ્ધ કે અન્ય બબાલમાં તોપ હુમલાની વાત નથી. 180 વર્ષ જૂની પિત્તળની તોપથી  વર્ષો પહેલા દેવ દિવાળી નિમિત્તે યોજાતા રણછોડજીના વરઘોડામાં ગાયકવાડી રાજની પિત્તળની તોપથી ધડાકા અને ભડાકા કરવામાં આવતા હતા. રણછોડજીનો વરઘોડો વાજતે ગાજતે નીકળતો હતો.

જો કે વર્ષ 1996માં એટલે કે 29 વર્ષ પૂર્વ તોપ ધડાકામાં કેટલાક ભક્તો દાઝી જતા પ્રતિબંધ મુકાયો હતો. આ મામલો કોર્ટમાં પહોચ્યો અને 150 વર્ષ જૂની પરંપરા ફરી શરુ કરવાની માગ ઉઠી છે. કોર્ટના આદેશ બાદ નવલખી મેદાનમાં પોલીસ અને વકીલની હાજરીમા તોપનું નિરીક્ષણ કરાયું હતુ. તોપના નિરિક્ષણ સમયે કોઈ જ તકલીફ ન જણાતા હવે 150 વર્ષ જૂની પરંપરા ફરી જીવંત બને તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો