Tapi Rain Video: ઉકાઈ ડેમના 15 ગેટ ખોલ્યા, 2 લાખ 28 હજાર ક્યુસેક પાણી છોડાયું, વહીવટી તંત્ર સજ્જ

|

Sep 17, 2023 | 1:38 PM

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. પાણી આવક વધતા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમમાં 4 લાખ 60 હજાર ક્યુસેક પાણીની આવક છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 15 ગેટ ખોલી 2 લાખ 28 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.ડેમમાં 8 ગેટ 8 ફૂટ ખોલવામાં આવ્યા છે.

Tapi Rain  : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. પાણી આવક વધતા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમમાં 4 લાખ 60 હજાર ક્યુસેક પાણીની આવક છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 15 ગેટ ખોલી 2 લાખ 28 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.

આ પણ વાંચો : Tapi Rain : કાકરાપાર ડેમ સિઝનમાં બીજી વખત છલકાયો, ડેમની હાલની જળ સપાટી 161.10 ફૂટ થઈ, જૂઓ Video

ડેમમાં 8 ગેટ 8 ફૂટ ખોલવામાં આવ્યા છે. જ્યારે 7 ગેટ 9 ફૂટ ખોલવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર હાલ ડેમની સપાટી 341.40 ફૂટ છે. જ્યારે ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ છે. ઉકાઈ ડેમનું પાણી તાપી નદીમાં છોડતા વહીવટી તંત્ર સજ્જ થયુ છે.

તો ધોધમાર વરસાદ પડતા સરદાર સરોવર ડેમની સપાટી વધી છે. નર્મદા ડેમ આ વર્ષ પ્રથમાવાર જ સંપૂર્ણ ભરાયો છે. ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા નર્મદા ડેમની સપાટી 138.68 પર પહોંચી છે. ડેમમાં 18 લાખ 62 હજાર 851 ક્યૂસેક પાણીની આવક થઈ છે. સંપૂર્ણ ડેમ ભરાયો હોવાથી હાલ 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. તો રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 18 લાખ ક્યૂસક પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. ડેમના 23 દરવાજા ખોલ્યા હોવાથી નર્મદા ડેમથી 10 કિમી દૂર ગરુડેશ્વર મુખ્ય હાઈવે પર પાણી ભરાયા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:33 pm, Sun, 17 September 23

Next Video