વીડિયો : વડોદરાના શહેરા ગામમાંથી 13 ફૂટ લાંબો વિશાળકાય મગર પકડાયો, જુઓ વીડિયો
વડોદરા નજીક આવેલી વિશ્વામિત્રી નદીમાંથી વારંવાર મગર બહાર આવી જતા હોય છે અને રહેણાંક વિસ્તારોમાં ઘુસી જતા હોય છે, ત્યારે વડોદરામાં મગર દેખાવાની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના શહેરા ગામના એક ખેતરમાં મહાકાય મગર ઝડપાયો છે.
વડોદરા જિલ્લામાં અલગ અલગ સ્થળોએ વારંવાર મગર દેખાવાની ઘટના સામે આવે છે. વડોદરા નજીક આવેલી વિશ્વામિત્રી નદીમાંથી વારંવાર મગર બહાર આવી જતા હોય છે અને રહેણાંક વિસ્તારોમાં ઘુસી જતા હોય છે, ત્યારે વડોદરામાં મગર દેખાવાની વધુ એક ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના શહેરા ગામના એક ખેતરમાં મહાકાય મગર ઝડપાયો છે.
શહેરા ગામમાં આવેલા એક ખેતરમાં 13 ફૂટ લાંબો વિશાળ મગર જોઈને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સ્થાનિકોએ વન વિભાગ અને પ્રાણી જીવ રક્ષક સંસ્થાને જાણ કરી છે. જે બાદ બંને સંસ્થાની ટુકડીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મગરને પાંજરામાં પૂર્યો હતો. આ મગરને સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવશે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
