Vadodara : પાદરાના ગામેઠા ગામમાં 13 લોકો સામે એટ્રોસિટીની નોંધાઈ ફરિયાદ, જુઓ Video

|

Aug 04, 2023 | 11:45 AM

વડોદરાના પાદરાના ગામેઠા ગામમાં 13 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોધવામાં આવી છે. જેમાં સરપંચના પતિ સહિત 13 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. બે દિવસ અગાઉ વૃદ્ધના અંતિમ સંસ્કારને લઈને વિવાદ સર્જાયો હતો.

Vadodara : વડોદરાના પાદરાના ગામેઠા ગામમાં 13 લોકો સામે એટ્રોસિટીની ફરિયાદ નોધવામાં આવી છે.  મળેલી માહિતી પ્રમાણે ગામમાં રહેતા 68 વર્ષીય કંચનભાઇ વણકરનું ઉંમરના કારણે બુધવારે સવારે અવસાન થયું હતું. તેમનું અવસાન થતાં પરિવાર અને ફળિયામાં ગમગીની ફેલાઇ ગઈ હતી. સમાજના લોકો આવી ગયા બાદ તેઓની અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Vadodara: લો બોલો…આવાસ યોજનામાં ભાડાનો ખેલ, ઘરના માલિક કોઇ અને રહે છે કોઇ ! જુઓ Video

અંતિમયાત્રાની તૈયારી થઇ ગયા બાદ પરિવારજનોના રોકકડ વચ્ચે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ફળિયાના અને સમાજના લોકો જોડાયા હતા. અંતિમયાત્રા ગામના એક માત્ર સ્મશાનમાં પહોંચી હતી. અંતિમયાત્રા સ્મશાનમાં પહોંચી અંતિમ સંસ્કારની તૈયારી કરી રહ્યા હતા. તે દરમિયાન ગામના સરપંચના પતિ સહિત ગ્રામજનો આવી પહોંચ્યા હતા અને અંતિમ સંસ્કાર અટકાવી દીધા હતા.

 

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video