Chhota Udepur : રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર, વહેલી તકે રસ્તો બને તેવી સ્થાનિકોની માગ, જુઓ Video

Chhota Udepur : રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર, વહેલી તકે રસ્તો બને તેવી સ્થાનિકોની માગ, જુઓ Video

| Edited By: | Updated on: Feb 28, 2025 | 2:44 PM

છોટાઉદેપુર જિલ્લાના રંગલી ચોકડીથી પાવીજેતપુરના રસ્તાની બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. રોડની હાલત એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકો એક વખત પસાર થયા બાદ ફરી ત્યાંથી પસાર થવાનો વિચાર પણ નથી કરતા.

છોટાઉદેપુર જિલ્લાના રંગલી ચોકડીથી પાવીજેતપુરના રસ્તાની બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે. રોડની હાલત એટલી હદે ખરાબ છે કે વાહન ચાલકો એક વખત પસાર થયા બાદ ફરી ત્યાંથી પસાર થવાનો વિચાર પણ નથી કરતા. બે વર્ષ પહેલા પાવીજેતપુર નજીક ભારજ નદી પરનો બ્રિજ તૂટી પડતા તંત્રએ બોડેલીથી છોટાઉદેપુર જવા માટે રંગલી ચોકડી તરફ ડાયવર્ઝન આપ્યું હતું.

રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર

ડ્રાયવર્ઝન આપ્યાને 2 વર્ષ વિત્યા છતાં રસ્તાનું કામ પૂર્ણ ન થતાં 12 કિમીનો રસ્તો અતિશય બિસ્માર અને ઠેર ઠેર ખાડાવાળો બની ગયો છે. વાહન ચાલકો અને સ્થાનિકો બિસ્માર રસ્તાથી ત્રાહીમામ થઈ ગયા છે. સ્થાનિકોને વધુ કિલોમીટર ફરીને ગામમાં જવા મજબૂર બન્યા છે.

તો બીજી તરફ આજ રોડ પર આવેલ મોડેલ શાળામાં બોર્ડની પરીક્ષા આપવા આવતા ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૈન શ્રદ્ધાળુઓનું મંદિર પણ આજ રસ્તા પરથી જવાનું હોવાથી સ્થાનિકો અને વાહનચાલકો પરેશાન થયા છે. લોકોની એક જ માગ છે કે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે.