Corona Blast: રાજકોટની શાળાઓમાં કોરોના વિસ્ફોટ, આ 3 શાળાઓના 11 વિદ્યાર્થી અને 3 શિક્ષકોને કોરોના

|

Dec 26, 2021 | 7:56 AM

રાજકોટની 3 શાળામાં 11 વિદ્યાર્થીઓ, 3 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે. વિદ્યાર્થી અને શિક્ષકોમાં કોરોના જોવા મળતા તંત્ર દોડતું થયું છે.

Corona In Rajkot: રાજકોટની શાળાઓમાં (Schools) કોરોના વિસ્ફોટ થયો છે. રાજકોટની SNK સ્કૂલના 4 વિધાર્થી (Corona in students) અને એક શિક્ષક સંક્રમણનો ભોગ બન્યા છે. તો મહાત્મા ગાંધી સ્કૂલના 2 વિધાર્થી કોરોના સંક્રમિત થયા છે. જિલ્લામાં વાત કરીએ તો તો જેતપુરની અમરનગર પ્રાથમિક શાળામાં 5 વિદ્યાર્થી અને 2 શિક્ષકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અમરનગર પ્રાથમિક શાળામાં અગાઉ પણ એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો.

તો બીજી તરફ રાજકોટમાં કોરોનાની રસી ન લીધી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રસી ન લેનારાઓ સામે પોલીસ ગુનો દાખલ કર્યો છે. જેમાં વિલિયમ જોન્સ પિત્ઝાના 4 કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ક્રિષ્ના રેસ્ટોરન્ટના એક કર્મચારી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તમામ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કોરોના સંક્રમણને અટકાવવા તમામ હોટલ માલિક અને દુકાનદારો તથા કર્મચારીઓ લારી ગલ્લા ધારકો, હેર સલૂન – બ્યુટી પાર્લરના કામ કરતા લોકો, જે આર્થિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. તેઓને વેક્સિનના બંને ડોઝ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: નેશનલ યોગાસન ચેમ્પિયનશિપમાં ભાવનગરની જાહ્નવી મહેતા વિજેતા, દેશભરના 800 સ્પર્ધકોએ લીધો હતો ભાગ

આ પણ વાંચો: દાણીલીમડામાં ગેરકાયદેસર યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 7 વર્ષથી ધમધમી રહ્યો હતો ગોરખધંધો

Published On - 7:55 am, Sun, 26 December 21

Next Video