નેશનલ યોગાસન ચેમ્પિયનશિપમાં ભાવનગરની જાહ્નવી મહેતા વિજેતા, દેશભરના 800 સ્પર્ધકોએ લીધો હતો ભાગ

2જી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચૅમ્પિયનશીપમાં ભાવનગરની યુવતીએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતમાંથી 800 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 7:30 AM

Ahmedabad: અમદાવાદમાં તાજેતરમાં 2જી નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ (National Yogasana Championship) યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અનેક સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાવનગરની (Bhavnagar Girl) દીકરી ચમકી હતી. સ્પર્ધામાં ભાવનગરની જાહ્નવી મહેતાએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જણાવી દઈએ કે આ નેશનલ યોગાસન સ્પર્ધામાં ભારતમાંથી 800 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સરકારનાં આદેશ મુજબ કોવિડ-19 ને ધ્યાને લઈને ફાઇનલિસ્ટ 250 જેટલા ખેલાડી વચ્ચે જ ઓફલાઇન સ્પર્ધા લકુલીશ યોગ યુનિવર્સિટીમાં યોજાઈ હતી. તો દેશના 26 રાજ્યોમાંથી આ સ્પર્ધામાંમાં ભાગ લેવા માટે યોગ મહારથી આવ્યા હતા. જેમાં  ગુજરાત એમાય ભાવનગરની દીકરીએ બાજી મારી હતી, અને ગુજરાત પ્રથમ સ્થાને રહી ચેમ્પિયન બન્યું.

 

આ પણ વાંચો: દાણીલીમડામાં ગેરકાયદેસર યુરિયા ખાતરથી કેમિકલ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, 7 વર્ષથી ધમધમી રહ્યો હતો ગોરખધંધો

આ પણ વાંચો: સુશાસન સપ્તાહના પ્રારંભમાં CM ભુપેન્દ્ર પટેલની મોટી ભેટ, આ નિયમો બદલીને જનહિત નિર્ણયોની કરી જાહેરાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">