Mehsana : લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના 11 લોકો ઘુસી જતા બબાલ ! રોકવામાં આવ્યા તો કર્યો ઘાતક હથિયારોથી હુમલો, જુઓ Video

author
| Edited By: | Updated on: Mar 21, 2025 | 2:29 PM

ગુજરાતમાં અવારનવાર જૂથ અથડામણ અને અસામાજિક તત્વોનો આતંક જોવા મળતો હોય છે. ત્યારે મહેસાણામાં ફરી એક વાર આ પ્રકારની ઘટના સામે આવી છે. મહેસાણાના શોભાસણ ગામમાં લગ્નના વરઘોડામાં અન્ય લોકો નાચતા બહાર કાઢ્યા હતા. જેના પગલે આખો મામલો ગરમાયો હતો.

બીજા કુટુંબના શખ્સોને વરઘોડામાંથી બહાર કાઢ્યા હતા. વરઘોડામાં નાચતા અટકાવનાર પર ટોળાંએ હુમલો કર્યો હતો. ઘાતકી હથિયારો સાથે 11 લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. કૌટુંબિક કાકને હથિયારથી આડેઘડ માર માર્યો છે. હુમલા બાદ ટોળાંએ છુટ્ટા પથ્થરો માર્યા હતા. પથ્થરમારામાં એક મહિલા સહિત કુલ 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા કેસમાં એક મહિલા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયો છે.

શોભાસણમાં 11 લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો

ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત પોલીસ અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવા માટે કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે બીજી તરફ મહેસાણાના શોભાસણ ગામમાં લગ્નના વરઘોડામાં અન્ય કુટુંબના શખ્સોને વરઘોડામાંથી બહાર કાઢતા પથ્થરમારાની ઘટના બની હતી. જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે.  આ સમગ્ર ઘટનામાં 11 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો