Gujarat Rain: ગીરસોમનાથના તાલાલા શહેરમાં હિરણ નદીના ધસમસતા પૂરમાં તણાઇ 108 એમ્બ્યુલન્સ, જુઓ Video

|

Jul 21, 2023 | 9:15 PM

Gir Somnath: 108 એમ્બ્યુલન્સ વાન પાર્ક કરેલી હતી અને તે હિરણ નદીના ધમસતા પૂરમાં તણાઈ ગઈ હોવાના અહેવાલ છે. એમ્બ્યુલન્સ સેવા અવિરત રાખવા માટે ખૂબ જહેમત સ્ટાફ દ્વારા જીવના જોખમે ઉઠાવી હતી.

 

 

સૌરાષ્ટ્રમાં વરસાદ ધોધમાર વરસ્યો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાને લઈ મુશ્કેલીઓ સર્જાઈ ગઈ છે. ક્યાંક ધસમસતા પાણીનો પ્રવાહ વહ્યો તો ક્યાંક રસ્તાઓ જ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તો વળી ક્યાંક પુલ જ પાણીમાં ધોવાઈ ગયો હતો. લોકોએ ઘરમાં પાણી ભરાઈ જવાને લઈને હાલાકી વેઠવી પડી છે. મુશ્કેલીના આ સમયમાં એનડીઆરએફ અને 108ની સેવા ખૂબ જ ઉપયોગી રહી છે. મુશ્કેલ સ્થિતીમાં પ્રસુતાઓને જીવના જોખમે 108 એમ્બ્યુલન્સના ડ્રાયવર અને મેડીકલ સ્ટાફે સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં સફળ રહ્યા હતા. પરંતુ તાલાલામાં 108 એમ્બ્યુલન્સ પાણીમાં તણાઈ ગઈ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે.

108 એમ્બ્યુલન્સ કેવી રીતે પાણીમાં તણાઈ એ અંગે સ્પષ્ટ કોઈ કારણો સામે આવ્યા નથી. પરંતુ વાન પાર્ક કરેલી હતી અને તે હિરણ નદીના ધમસતા પૂરમાં તણાઈ ગઈ હોવાના અહેવાલ છે. એક વાત ચોક્કસ છે કે, એમ્બ્યુલન્સ સેવા અવિરત રાખવા માટે ખૂબ જહેમત સ્ટાફ દ્વારા જીવના જોખમે ઉઠાવી હતી. આ દરમિયાન લોકોના જીવ બચાવનારી વાન ખુદ જ પાણીમાં તણાયેલી જોવા મળી હતી.

 

આ પણ વાંચોઃ Sabarkantha: શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઉંડા ખાડા, નવા નિર્માણ થયેલા પુલની હાલત ફરી ભંગાર બની-Video

 ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 9:14 pm, Fri, 21 July 23

Next Video