Rain News : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ નર્મદાના નાંદોદમાં ખાબક્યો વરસાદ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા ફરી મન મૂકીને વરસ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે મેઘરાજા ફરી મનમૂકીને વરસ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ નર્મદાના નાંદોદમાં 4.69 ઈંચ વરસ્યો છે. જ્યારે છોટાઉદેપુરના બોડેલીમાં 3.94 ઈંચ વરસાદ નોંધાયો છે. તેમજ પંચમહાલના હાલોલમાં 3.70 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત રાજ્યના 11 તાલુકામાં પણ 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
નવરાત્રીમાં વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગે નવરાત્રીમાં મેઘરાજા વિઘ્ન બનશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. જેના કારણે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની પડે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે.નવરાત્રીના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાના કારણે ખેલૈયાઓ પર ચિંતાના વાદળ છવાઈ શકે છે.
