ગાંધીનગર ખાતે CMએ કરી રક્ષાબંધનની ઉજવણી, 100 ફૂટ વિશાળ રાખડી બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ Video
આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ત્યારે મહિલાઓ અને દીકરીઓએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની શુભકામનાઓ પાઠવી. વિવિધ જિલ્લામાંથી ભાજપ મહિલા મોરચાની બહેનોએ મુખ્યપ્રધાનને રાખડી બાંધવા ગાંધીનગર પહોંચી હતી.
આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. ત્યારે મહિલાઓ અને દીકરીઓએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની શુભકામનાઓ પાઠવી. વિવિધ જિલ્લામાંથી ભાજપ મહિલા મોરચાની બહેનોએ મુખ્યપ્રધાનને રાખડી બાંધવા ગાંધીનગર પહોંચી હતી. આરતી ઉતારી મુખ્યપ્રધાનનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુ બાબરિયાએ મુખ્યપ્રધાનને રાખડી બાંધી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
મહિલાઓ, દીકરીઓએ CMને બાંધી રાખડી
મુસ્લિમ સમાજના બહેનો અને પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ મુખ્યપ્રધાનને રાખડી બાંધવા પહોંચ્યા હતા. તો જેમના પર રાજ્યની સુરક્ષાની જવાબદારી છે. તે મહિલા પોલીસકર્મીઓએ પણ સુરક્ષાની કામના સાથે CMને રાખડી બાંધી હતી.
અમદાવાદના ભૂયંગદેવમાં આવેલ સાધના વિનય મંદિર સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા ઑપરેશન સિંદૂરની થીમ પર 100 ફૂટ લાંબી રાખડીનું નિર્માણ કરાયું છે. ત્યારે ધોરણ 9 થી 12ની વિદ્યાર્થિનીઓ આ 100 ફૂટ વિશાળ રાખડી લઈને મુખ્યપ્રધાનને આપવા ગાંધીનગર પહોંચી હતી. 100 ફૂટની આ રાખડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
