AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોના-ચાંદીના ભાવ ધડામ થતાં રોકાણકારોના પરસેવા છૂટ્યા, મધ્યમ વર્ગને હાશકારો - જુઓ Video

સોના-ચાંદીના ભાવ ધડામ થતાં રોકાણકારોના પરસેવા છૂટ્યા, મધ્યમ વર્ગને હાશકારો – જુઓ Video

| Updated on: Oct 23, 2025 | 8:32 PM
Share

સોના-ચાંદીના ભાવમાં અચાનક ધડામથી તૂટી પડતાં રોકાણકારો ચિંતામાં મુકાયા છે. બીજીબાજુ મધ્યમ વર્ગના લોકોને એકંદરે રાહત મળી છે.

સોના-ચાંદીના ભાવમાં અચાનક ધડામથી તૂટી પડતાં રોકાણકારો ચિંતામાં મુકાયા છે. દિવાળી પહેલાં MCX પર સોનાનો રેકોર્ડ ઉચ્ચ ભાવ ₹1,32,294 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો પરંતુ હવે તે ₹1,22,300 રૂપિયા થયો, એટલે કે સીધો 9,000 રૂપિયાનો ઘટાડો થયો. જો કે, MCX પર ગોલ્ડનો ભાવ ₹1855 વધીને ₹1,23,712 પર અટક્યો છે.

આ તરફ ચાંદીના ભાવ પણ નોંધપાત્ર રીતે ઘટ્યા છે, જે રોકાણકારો અને લગ્ન કે તહેવારમાં ખરીદી કરનારાઓ માટે ફાયદો કરાવી શકે. MCX પર ચાંદીનો રેકોર્ડ ભાવ ₹1,70,415 પ્રતિ કિલો હતો પરંતુ હવે તે ₹1,45,900 રૂપિયા થયો, એટલે ₹24,000 રૂપિયાનો ઘટાડો થયો.

IBJA પર ચાંદી ₹1,51,200 પ્રતિ કિલો છે. ગુજરાતમાં દિવાળી દરમિયાન ચાંદીના સિક્કા લોકપ્રિય બન્યા છે, તેથી આ ઘટાડો મધ્યમ વર્ગને ફાયદો કરાવી શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, બજારની હલચલ પર નજર રાખો અને બજેટને ધ્યાનમાં રાખીને ખરીદી કરો, જેથી તહેવારોની ખુશી બમણી થાય.

સોના ચાંદીના ભાવ અને હાલની સ્થિતિ

  • 24 કેરેટ સોનું (IBJA): 1,23,827 રૂ./10 ગ્રામ
  • 22 કેરેટ સોનું: 1,13,000 રૂ./10 ગ્રામ
  • 18 કેરેટ સોનું: 92,870 રૂ./10 ગ્રામ
  • ચાંદી (IBJA): 1,51,200 રૂ./કિલો
  • MCX: સોનું રૂ. 1,23,712 અન ચાંદી રૂ.1,48,200

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">