Gangubai Kathiawadi Song Dholida : ઢોલિડા ગીતમાં આલિયા ભટ્ટ ગરબા કરતી જોવા મળી, સંગીતકાર સંજય લીલા ભણસાલી છે,જુઓ વીડિયો

| Edited By: | Updated on: Feb 10, 2022 | 12:47 PM

સંજય લીલા ભણસાલીની આ ફિલ્મમાં આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગન, શાંતનુ મહેશ્વરી, સીમા ભાર્ગવ પાહવા, વિજય રાજ, ઈન્દિરા તિવારી અને વરુણ કપૂર જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Gangubai Kathiawadi Song Dholida : આલિયા ભટ્ટ (Alia Bhatt) હાલના દિવસોમાં તેની આગામી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી(Gangubai Kathiawadi)ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહી છે. ફિલ્મના તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલર બાદ હવે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતનું ટાઈટલ છે- ઢોલિડા, (Dholida)જે આલિયા ભટ્ટ પર ફિલ્માવાયું છે.

મંગળવારે, આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા ગીતની પ્રથમ ઝલક બતાવી, ત્યારથી આલિયાના ચાહકો તેના ગીતને જોવા માટે ઉત્સુક હતા. હવે ગીત રિલીઝ થયા બાદ આલિયા અને ગીતને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ગીતમાં આલિયા ભટ્ટનો દબંગ લુક

ગીતની વાત કરીએ તો આમાં આલિયા ભટ્ટ સફેદ સાડીમાં ખૂબ જ દમદાર અંદાજમાં રસ્તા પરથી પસાર થતી જોવા મળે છે. બધા તેને શુભેચ્છા પાઠવે છે. ગીતને જોઈને એવું લાગે છે કે જાણે કોઈ તહેવારની ઉજવણી થઈ રહી હોય. આલિયા ભટ્ટ અનેક મહિલાઓથી ઘેરાયેલી છે, જે તેને ચીયર કરી રહી છે.

કૃતિ મહેશે આલિયાના ગીત ‘ઢોલિડાને કોરિયોગ્રાફ કર્યું છે. આ ગીત સાહિલ હાડાએ કમ્પોઝ કર્યું છે અને જાહ્નવી શ્રીમાંકરે ગાયું છે. આ ગીતના સંગીતકાર સંજય લીલા ભણસાલી છે,આલિયા ભટ્ટ પર ફિલ્માવાયેલા આ ગીતને જોયા બાદ દર્શકોમાં ફિલ્મ જોવાની આતુરતા સ્પષ્ટપણે જોવા મળે છે. આલિયાના આ ગીત પર લોકો પોતાની પ્રતિક્રિયા આપતા આલિયાના વખાણ કરી રહ્યા છે.

 શું છે ફિલ્મની વાર્તા

આલિયા ભટ્ટની ફિલ્મ બાયોગ્રાફિકલ ક્રાઈમ ડ્રામા છે. આલિયા ભટ્ટ ફિલ્મમાં કાઠિયાવાડની રહેવાસી ગંગુબાઈનું પાત્ર ભજવી રહી છે, જે પાછળથી કમાઠીપુરાની લોકપ્રિય વ્યક્તિ બની ગઈ છે. ગંગુબાઈને તેના જ પતિ 500 રૂપિયામાં વેચી દે છે અને પછી તે એક હાથથી બીજા હાથે વેચાતી કમાઠીપુરાની મજબૂત મહિલા બની જાય છે. આ ફિલ્મની વાર્તા લેખક હુસૈન ઝૈદીના પુસ્તક માફિયા ક્વીન્સ ઑફ મુંબઈમાંથી લેવામાં આવી છે. આ ફિલ્મમાં ગંગુબાઈના જીવનના દરેક પાસાને સ્પર્શવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક સામાન્ય છોકરી કેવી રીતે કમાઠીપુરાની રાણી બની જાય છે, આ બધું આ ફિલ્મમાં જોવા મળશે.

આ પણ વાંચો : Uttar Pradesh Assembly Election Voter Slip: મતદાર સ્લીપ કેવી રીતે ડાઉનલોડ કરવી, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Published on: Feb 10, 2022 12:41 PM