સોલર ગુજરાતથી સોલાર ઈન્ડિયા સુધી, ઊર્જા ક્ષેત્રે ભારતને અગ્રેસર બનાવવા પીએમ મોદીએ સૌર ઊર્જા ક્ષેત્રે સર્જી ક્રાંતિ

સોલર ગુજરાતથી સોલાર ઈન્ડિયા સુધી, ઊર્જા ક્ષેત્રે ભારતને અગ્રેસર બનાવવા પીએમ મોદીએ સૌર ઊર્જા ક્ષેત્રે સર્જી ક્રાંતિ

| Updated on: Sep 15, 2025 | 5:15 PM

ભારતનો ઇતિહાસ જોવો તો સૂર્યની ઉપાસના અને પૂજા આપણા સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહી છે. સવારમાં સૂર્યને જળ ચઢાવતો ભારતીય સમાજ આજે એ જ સૂર્યમાંથી ઊર્જા મેળવીને પોતાના ભવિષ્યને પ્રકાશિત કરી રહ્યો છે. આ સફર સહેલી નહોતી, પરંતુ ગુજરાતથી શરૂ થયેલી આ સૌર યાત્રા આજે આખા દેશ માટે પ્રેરણાસ્થાન બની છે.

આ સૌર ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એ સમય દરમિયાન તેમણે એક દ્રષ્ટિ રજૂ કરી – સૂર્યની ઊર્જાને વીજળીમાં બદલવી. આ વિચાર માત્ર કલ્પના નહોતો, પરંતુ એક હકીકત બની ગયો જ્યારે ગુજરાતે સૌર ઊર્જાના પ્રોજેક્ટ્સ પર મોટા પ્રમાણમાં રોકાણ કર્યું. ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું, જેણે ગ્રીન અને સસ્ટેનેબલ એનર્જી તરફ મોટું પગલું ભર્યું.

ગુજરાતે થોડા વર્ષોમાં જ સૌર ઊર્જા ઉત્પાદનમાં નવા રેકોર્ડ બનાવ્યા. કચ્છથી લઈને ઉત્તર ગુજરાત સુધી, સોલર પાર્ક્સે ઊર્જા ઉત્પાદનના નવા શિખરો સર કર્યા. આ જ સફળતા બાદ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, ત્યારે તેમણે આ ગુજરાત મોડલને સમગ્ર દેશમાં લાગુ કર્યું.

ગામડાંઓથી લઈને શહેરોના ઘરઘર સુધી પ્રકાશ લાવ્યો

કેન્દ્ર સરકારે શરૂ કરી પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જેના અંતર્ગત લાખો પરિવારોને સરકારી સહાયથી સોલર રૂફટોપ સિસ્ટમ મળી રહી છે. આ યોજનાએ ગામડાંઓથી લઈને શહેરોના ઘરઘર સુધી પ્રકાશ લાવ્યો છે.

2025માં ગુજરાતે માત્ર સોલર પ્રોજેક્ટ્સમાંથી 20 હજાર મિલિયન યુનિટથી વધુ વીજળી ઉત્પન્ન કરી. જાન્યુઆરી 2025 સુધી, ભારતે 100 ગીગાવોટથી વધુ સોલર ક્ષમતા સ્થાપિત કરી છે. સાથે સાથે રૂફટોપ સોલરમાં પણ 3 ગીગાવોટથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે.

ભારતની ઊર્જા શક્તિને નવી ઓળખ આપશે

આ સફરમાં સૌથી મોટું માઇલસ્ટોન છે કચ્છમાં બનતો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક. આ પ્રોજેક્ટ માત્ર ભારતને ઊર્જા સુરક્ષામાં આત્મનિર્ભર બનાવશે નહીં, પરંતુ વિશ્વમાં ભારતની ઊર્જા શક્તિને નવી ઓળખ આપશે.

સૌર ઊર્જા દ્વારા ફક્ત વીજળીના બિલમાં રાહત જ નથી મળી રહી, પરંતુ પર્યાવરણને પણ બચાવવામાં મોટું યોગદાન મળી રહ્યું છે. દર વર્ષે હજારો ટન કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. આ બદલાવ ફક્ત આંકડાઓમાં નથી, પરંતુ લોકોના જીવનમાં પ્રકાશ, સમૃદ્ધિ અને આશાની કિરણ લાવ્યો છે.

સોલર ગુજરાતથી સોલર ઈન્ડિયા સુધીની આ સફર એ સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ અને વિઝન સાથે દેશને વૈશ્વિક મંચ પર ઊર્જા ક્ષેત્રે અગ્રેસર બનાવી શકાય છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ: 17 સપ્ટેમ્બર 1950) ભારતના 14મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા તે પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

Follow Us