Breaking News: કલોલ-મહેસાણા હાઇવે પર પેટ્રોલ પંપ પાસે લાગી ભીષણ આગ, જુઓ Video

Breaking News: કલોલ-મહેસાણા હાઇવે પર પેટ્રોલ પંપ પાસે લાગી ભીષણ આગ, જુઓ Video

| Updated on: Apr 19, 2025 | 5:59 PM

મહેસાણા સ્થિત એક પેટ્રોલ પંપ પાસે આગ લાગી છે. આગ કઈ રીતે લાગી તેનું કારણ હજુ અકબંધ છે. જો કે, રાહતના સમાચાર એ છે કે આ ઘટનામાં કોઇને કઈ નુકસાન થયું નથી.

હાલમાં જ, મહેસાણા સ્થિત એક પેટ્રોલ પંપ પાસે આગ લાગવાનો બનાવ બન્યો છે. જણાવી દઈએ કે, આ આગ એકદમ જ લાગી આવી છે અને આગ કેવી રીતે લાગી તેનું કારણ અકબંધ છે. કલોલ-મહેસાણા હાઇવે પાસે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. નંદાસણ ગામ નજીક આ બનાવ બન્યો છે.

સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે આવી પહોંચ્યા અને આગને કાબૂમાં લાવવાનું કામ શરૂ કરી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે, પેટ્રોલ પંપની બાજુમાં કચરાનો ઢગલો હતો ત્યાં આગ લાગી છે.

આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ પહેલા જ ફાયરબ્રિગેડની ટીમ આવી પહોંચી અને સ્થિતિને નિયંત્રણમાં લાવી દીધી. આગ પર મહદઅંશે પકડ બનાવી લેતા આજબાજુના રહેવાસીઓમાં હાશકારો આવ્યો છે. જો આગ સમયસર કાબૂમાં ન આવી હોત તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો