Parineeti Raghav: રાઘવ ચઢ્ઢા સાથે મેચ જોવા પહોંચી પરિણીતી ચોપરા તો લાગ્યા ‘પરિણીતી ભાભી ઝિંદાબાદ’ ના નારા, જુઓ Video

| Edited By: | Updated on: May 04, 2023 | 5:19 PM

Parineeti Raghav: પરિણીતી ચોપરા (Parineeti Chopra) અને રાઘવ ચઢ્ઢાને એકસાથે જોઈને ગઈકાલે મોહાલી સ્ટેડિયમમાં 'ભાભી જી ઝિંદાબાદ'ના નારા લાગ્યા હતા. પરિણીતી રાઘવ અને તેની માતા સાથે આઈપીએલ મેચ જોવા આવી હતી. રિપોર્ટ મુજબ બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.

Parineeti Chopra Raghav Chadha: એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરિણીતી અને રાઘવ ગઈ કાલે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચેની આઈપીએલ મેચ જોવા પહોંચ્યા હતા. બંનેને એકસાથે જોઈને મોહાલી સ્ટેડિયમમાં પરિણીતી ભાભી ઝિંદાબાદના નારા લાગ્યા હતા. આ વીડિયોમાં પરિણીતી તેના ફેન્સનું અભિવાદન કરતી જોવા મળી રહી છે. ફેન્સના નારા સાંભળીને પરિણીતી હસવા લાગી હતી. પરિણીતી અને રાઘવના વીડિયો અને ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરિણીતી સાથે રાઘવ ચઢ્ઢાની માતા પણ મેચ જોવા આવી હતી. એવા સમાચાર છે કે પરિણીતી અને રાઘવ જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…