Raksha Bandhan Song Out : રક્ષાબંધનના ગીતમાં બહેનનું કન્યા દાન કરતી વખતે ભાવુક થયો અક્ષય કુમાર , જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jun 30, 2022 | 8:31 AM

અક્ષય કુમાર(Akshay Kumar) ની ફિલ્મ રક્ષાબંધન 11 ઓગ્સ્ટના રોજ રિલીઝ થવાની છે, અક્ષય કુમાર એક જવાબદાર ભાઈની ભુમિકામાં ફિલ્મમાં જોવા મળશે.

Raksha Bandhan Song Out : અક્ષય કુમારની આગામી ફિલ્મ રક્ષાબંધન (Raksha Bandhan)નું પ્રથમ ગીત રિલીઝ થઈ ગયું છે, અક્ષય કુમારે તેના સોશિયલ મીડિયા (Social media)પર ગીતનો વીડિયો શેર કર્યો હતો, ફિલ્મ રક્ષાબંધનમાં અક્ષયકુમાર 4 બહેનોના મોટા ભાઈની ભૂમિકામાં છે, આનંદ એલ રાય આ ફિલ્મ દેહજ અને લગ્નમાં બતાવવાતી આવતી સામાજીક કોમેડી ફિલ્મ છે, રક્ષાબંધનનું ગીત તેસે સાથ હું મે એક ભાઈ કહે છે, જ્યારે એક બહેનના લગ્ન થાય છે ત્યારે ભાઈ શું વિચારે છે તે આ વીડિયોમાં રજુ કરવામાં આવ્યું છે,લગ્નના માહોલ વચ્ચે ઘરને શણગારવામાં આવ્યું છે. અક્ષય તેની બહેનની પીઠીના પ્રસંગમાં જોવા મળી રહ્યો છે.

શાનદાર કૈપ્શનની સાથે અક્ષયકુમાર વીડિયો શેર કર્યો છે

અક્ષય કુમારે ટ્વિટર પર ગીત શેર કરી લખ્યું કે, જીંદગીમાં ભાઈ બહેન ક્યારે પણ એકલા હોતા નથી, કારણ કે, હંમેશા ભાઈ અને બહેન બંન્નેની સાથે હોય છે, આ પવિત્ર બંધનનો જશ્ન રક્ષાબંધનના અમારા ગીત તેરે સાથ હું મે જોવા મળશે.

અક્ષય કુમારની પોસ્ટ અહિ જુઓ

 

 

આ ગીતની શરુઆતમાં અક્ષય કુમાર એક બહેન સાથે વાત કરતા જોવા મળી રહ્યો છે, તેનો ભાઈ બહેનને કહેતો જોવા મળી રહ્યો છે કે, તેની માં હંમેશા કહે છે કે, મહાદેવ ખુદ પુત્રીઓના લગ્નમાં ધરતી પર આવે છે, આ વીડિયોમાં આપણે અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને બહેનના લગ્નમાં તૈયારી કરવા માટે જોઈ શકીએ છીએ. લગ્નના માહોલ વચ્ચે ઘરને શણગારવામાં આવ્યું છે. અક્ષય તેની બહેનની પીઠીના પ્રસંગમાં જોવા મળી રહ્યો છે.

11 ઓગસ્ટે રિલીઝ થશે અક્ષય કુમારની રક્ષાબંધન

રક્ષાબંધનના નિર્દેશન અતરંગીના નિર્દેશક એલ રાયે કર્યું છે અને જી સ્ટુડિયો, કલર યેલો પ્રોડક્શન અને કેપ ઓફ ગુડ ફિલ્મ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. અક્ષય કુમારની સાથે સાથે આ ફિલ્મમાં અભિનય રાજ સિંહ કૌર , દીપિકા ખન્ના , સ્મૃતિ શ્રીકાંત પણ મુખ્ય રોલમાં જોવા મળશે.અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન11 ઓગસ્ટે રિલીઝ થશે.