Fire In Falaknuma Express: હાવડાથી સિકંદરાબાદ જઈ રહેલી ફલકનુમા એક્સપ્રેસમાં અચાનક આગ લાગી, જુઓ Video
પ્રાપ્ત માહિતી અનુસાર, હવે આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રેલવેની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગના કારણની તપાસ કરી રહી છે.
તેલંગાણાના યદાદદરી જિલ્લામાં પડિગીપલ્લી અને બોમાઈપલ્લી નજીક મુસાફરોથી ભરેલી ફલકનુમા એક્સપ્રેસ ટ્રેનના ત્રણ બોગીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પશ્ચિમ બંગાળના હાવડાથી સિકંદરાબાદ જઈ રહેલી ફલકનુમા એક્સપ્રેસના ત્રણ ડબ્બામાં આગ લાગતા ચારેબાજુ ખળભળાટ મચી ગયો હતો. આપને જણાવી દઈએ કે ટ્રેનના ત્રણ કોચમાં આગ લાગ્યા બાદ તે ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચો: Pakistan: હવે કંગાળ પાકિસ્તાનમાં ખાદ્યતેલની ચોરી, પોલીસકર્મી સાથે મળીને ગેંગ લુંટ ચલાવતી
પ્રાપ્ત માહિતી અનુસાર, હવે આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અને લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. રેલવેની ટીમો ઘટનાસ્થળે પહોંચી આગના કારણની તપાસ કરી રહી છે.
ટ્રેનમાં લાગેલી આગ ઘણા કિલોમીટર સુધી જોઈ શકાતી હતી. આગની ચપેટમાં S4, S5, S6ના સ્લીપર કોચ આવી ગયા હતા. પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આ ઘટના બની હતી. જોકે કેટલાક લોકોએ કહ્યું કે ચાર્જિંગ પોઈન્ટ પર એક વ્યક્તિએ સિગારેટ છોડી દીધી હતી, જેના પછી આગ વધવા લાગી. જુઓ વીડિયો…