AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડા: હળદર, ઘી બાદ હવે ડુપ્લિકેટ ENOની ફેકટરી ઝડપાઈ, 2 લાખથી વધારેની કિંમતના પેકેટ જપ્ત

ખેડા: હળદર, ઘી બાદ હવે ડુપ્લિકેટ ENOની ફેકટરી ઝડપાઈ, 2 લાખથી વધારેની કિંમતના પેકેટ જપ્ત

Dharmendra Kapasi
| Edited By: | Updated on: Oct 29, 2023 | 11:54 AM
Share

પહેલા પણ હળદર, ધીની ડુબ્લીકેટ ફેક્ટરીઓ પકડાઈ ચુકી છે. ત્યારે હવે ખેડાના માતર GIDCમાંથી ડુપ્લિકેટ ENO બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. ENO જેવા જ પાવડરનો ઉપયોગ કરી ઓરીજનલ જેવા જ પાઉચ બનાવતા હતા. ખેડા જિલ્લો ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ બનતુ હોય તેવી રીતે એક પછી એક નકલી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે

ખેડા જિલ્લો ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ બનતુ હોય તેવી રીતે એક પછી એક નકલી ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે, ખેડામાં પહેલા પણ હળદર, ધીની ડુબ્લીકેટ ફેક્ટરીઓ પકડાઈ ચુકી છે. ત્યારે હવે ખેડાના માતર GIDCમાંથી ડુપ્લિકેટ ENO બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. ENO જેવા જ પાવડરનો ઉપયોગ કરી ઓરીજનલ જેવા જ પાઉચ બનાવતા હતા.

મહત્વનું છે કે, પોલીસમાં કોપીરાઈટની ફરિયાદ નોંધાઈ છે. 2,22,000ની કિંમતના ડુપ્લીકેટ ENOના પાઉચ પોલીસે જપ્ત કર્યા છે. પોલીસે અમદાવાદ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ત્રણ લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટના બાદ ખેડા ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગ ફરી એકવાર ઉંઘતુ ઝડપાયુ છે. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખાદ્ય સામગ્રીનું નવુ હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

ડુપ્લીકેટ ઘીના કેસને એક માસ વીત્યો છતા કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે. ફૂડ વિભાગ દ્વારા કડક પગલા ન ભરવામાં આવતા અને છુપા આશીર્વાદથી આવા તત્વો બેફામ થઈ ચુક્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સામે લોકોએ કડક કાર્યવાહીની માંગ કરી છે.

છ માસ પહેલા ડુપ્લીકેટ હળદર બનવતી ત્રણ ફેકટરી નડીયાદ પોલીસે ઝડપી હતી, એક માસ પહેલા ફૂડ વિભાગની ગાંધીનગર વિજિલન્સ દ્વારા ડુપ્લીકેટ ઘી ઝડપાયું હતું. હાલ પણ ફૂડ વિભાગને બદલે કંપનીએ પોલીસની મદદથી ડુપ્લીકેટ ઇનોનું કારખાનું ઝડપ્યું છે.

આ પણ વાંચો: Kheda : નડિયાદમાં લિફ્ટ આપવાના નામે મહિલા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ, આરોપી ફરાર, જુઓ Video

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">