વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર, જમ્મુ-કાશ્મીરની તારીખો પણ થશે જાહેર

|

Aug 16, 2024 | 9:34 AM

એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે માત્ર જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે અને બાકીના મહારાષ્ટ્ર અને ઝારખંડની તારીખો પછી જાહેર કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે.

આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ. ચૂંટણી પંચ આ અંગે આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાનું છે. આ વર્ષના અંતમાં જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પ્રથમ ચૂંટણી

એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે માત્ર જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે અને બાકીના મહારાષ્ટ્ર અને ઝારખંડની તારીખો પછી જાહેર કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે.

ચૂંટણી કમિશનરે 9 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી

9 ઓગસ્ટના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તેમની ટીમ સાથે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે આયોગ અહીં વહેલી તકે ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરને શક્ય તેટલી વહેલી તકે રાજ્યનો દરજ્જો આપવામાં આવે અને ત્યાં ચૂંટણી યોજવી જોઈએ.

જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં પાંચ તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી 2014માં પાંચ તબક્કામાં યોજાઈ હતી. ચૂંટણી પંચના મતે ઉત્તર કાશ્મીરના જિલ્લાઓમાં ઘણા પડકારો છે. અહીંના ઘણા વિસ્તારો સંવેદનશીલ ગણાય છે.

આ વિસ્તારોને ગણવામાં આવે છે ખૂબ જ સંવેદનશીલ

ઉત્તર કાશ્મીરમાં અનંતનાગ, બારામુલ્લા, બડગામ, બાંદીપોર, ગાંદરબલ, કુપવાડા, કુલગામ, પુલવામા, શોપિયાં અને શ્રીનગર જિલ્લાઓને સંવેદનશીલ માનવામાં આવ્યા છે જ્યારે દક્ષિણ કાશ્મીરમાં કઠુઆ, સાંબા, રિયાસી, જમ્મુ, ઉધમપુર જેવા જિલ્લાઓને સંવેદનશીલ ગણવામાં આવ્યા છે.

Next Video