Delhi Blast: લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું, જુઓ Video

Delhi Blast: લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું, જુઓ Video

| Updated on: Nov 10, 2025 | 10:00 PM

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પોલીસની પ્રાથમિક તપાસના આધારે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, બ્લાસ્ટ આઈ20 કારમાં થયો હતો.

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ અંગે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે પોલીસની પ્રાથમિક તપાસના આધારે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, બ્લાસ્ટ આઈ20 કારમાં થયો હતો. બ્લાસ્ટ થયાની ગણતરીની મિનીટોમાં જ સુરક્ષા એજન્સી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. કારમાં નુકસાન થયુ છે, આવતા જતા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 10 મિનીટમાં પોલીસ ઘટના સ્થળે હતી. ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવ્યા છે. સીસીટીવી પણ ચકાસવામાં આવી રહ્યાં છે. તમામ સંભાવનાઓને ધ્યાને રાખીને તપાસ કરાશે. તપાસમાં જે કોઈ સામે આવશે તે દેશની જનતા સમક્ષ રજૂ કરાશે તેમ અમિત શાહે જણાવ્યું હતું.

Published on: Nov 10, 2025 09:55 PM