Chhota Udepur News: આઝાદીના 76 વર્ષો બાદ પણ છોટાઉદેપુરના અંતરીયાળ ગામો રસ્તાથી વંચિત, જુઓ Video
છોટાઉદેપુરના અંતરીયાળ ગામોની કઇંક આવી જ હાલત છે. નાની નાની વસ્તુ લેવા માટે સંઘર્ષ કરવો પડે છે. ખેતરોની વચ્ચે થઇ, પથરાળ રસ્તા પરથી પસાર થવાનું, પછી ડુંગરાળ રોડ પાર કરવાનો અને ત્યારબાદ ચાલીને જાઓ તો કામ થાય છે. સમસ્યા એ કે નાની વસ્તુ લેવા માટે પણ આવા રસ્તા પરથી ચાલીને દુર સુધી જવું પડે છે
Chhota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓની જ્યાં જવાનો રસ્તો જ નથી એટલે આટલા વર્ષો બાદ હજુ સુધી વિકાસ પણ પહોંચી નથી શક્યો. આઝાદીના 76 વર્ષ પૂર્ણ થયા છતા મીઠી બોર સહિત 10 ગામના લગભગ 10 હજાર લોકો આજે પણ ડુંગરાળ રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. ગામમાં ન કોઇ વાહન અવર જવર કરી શકે ન કોઇ એમ્બ્યુલન્સ આવી શકે છે.
હકીકતમાં આ વિસ્તારમાં જંગલો વધારે આવેલા છે, એટલે આ રસ્તો પણ વન વિભાગ અંતર્ગત આવે છે. પરંતુ વન વિભાગે લોકોને અવર જવર કરવાની પરવાનગી આપી નથી. છતાં કોઇ રસ્તો ન હોવાથી લોકો જીવના જોખમે જંગલોમાંથી પસાર થતા પરંતુ હવે તો વન વિભાગે પણ કાંટાની તાર લગાવી આ રસ્તો બંધ કરી દીધો છે.
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Makbul Mansuri)