Chhota Udepur News: પાવીજેતપુર તાલુકા સેવાસદનની કમ્પાઉન્ડમાં સરકારી ગાડીમાં લાગી આગ, સદનસીબે જાનહાની ટળી, જુઓ Video
છોટાઉદેપુરના પાવીજેતપુરમાં સરકારી ગાડીમાં લાગી આગ લાગી હતી. તાલુકા સેવાસદનની કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરી હતી. શોટ સર્કિટના કારણે કારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સદનસીબે કોઇ જાનહાની થઈ નહોતી. જો કે આગ લાગતાની સાથે લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી. આગ લાગવાના કારણે ગાડી બળીને ખાક થઈ ગઈ હતી.
Chhota Udepur News: છોટા ઉદેપુરના પાવીજેતપુરમાં સરકારી ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. તાલુકા સેવાસદનની કમ્પાઉન્ડમાં કાર પાર્ક કરી હતી.
શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે આગ લાગી ત્યારે કોઈ હાજર ન હોવાને કારણે જાનહાની થઈ નહોતી. જો કે આગ લાગતાની સાથે લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી. જો કે હાલ તો આગ લાગવાને કારણે કેટલુ નુકસાન થયુ તે કહી શકાય નહીં.
છોટાઉદેપુર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(Input Credit: Makbul Mansuri)
Published on: Oct 18, 2023 09:57 AM
Latest Videos