Budget 2026 : શું પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થશે ?
GST સંબંધિત નિર્ણયો સીધા કેન્દ્રીય બજેટમાં નહીં, પરંતુ GST કાઉન્સિલની બેઠકમાં લેવાતા હોય છે. GST કાઉન્સિલમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય નાણામંત્રીનો સમાવેશ થાય છે.
બજેટ 2026ને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. આગામી રવિવારના રોજ નાણાપ્રધાન નિર્મલા સિતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2026-2027 માટનું અંદાજપત્ર રજૂ કરશે. બજેટનો સમય આવતા જ પેટ્રોલ અને ડીઝલને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) હેઠળ લાવવા અને તેના ભાવ ઘટાડવા અંગેની અટકળો ફરી એકવાર શરૂ થઈ રહી છે.
જોકે, એ નોંધવું મહત્વપૂર્ણ છે કે GST સંબંધિત નિર્ણયો સીધા કેન્દ્રીય બજેટમાં નહીં, પરંતુ GST કાઉન્સિલની બેઠકમાં લેવાતા હોય છે. GST કાઉન્સિલમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય નાણામંત્રીનો સમાવેશ થાય છે. નિષ્ણાતોના મતે, પેટ્રોલ અને ડીઝલને GST હેઠળ ના લાવવાનું મુખ્ય કારણ, રાજ્યોની આવક તેના પર નિર્ભર હોય છે.
કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ જાહેર કરાશે. અંદાજપત્ર 2026-2027ને લગતા તમામ સમચાર જાણવા માટે તમે માત્ર અહીં એક ક્લિક કરો.