Budget 2023 : ઇકોનોમીને સુધારવા બજેટમાં કયા ઉપાયો થઇ શકે, સરકારનું બજેટ કેટલા લાખ કરોડનું હોય છે

VIKRAM VETAL - Budget 2023 : નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, TV9 ગુજરાતી આ બજેટને લઇને લોકોના સવાલોને વાર્તાના સ્વરૂપમાં રજુ કરી લોકોને સરળભાષમાં માહિતી પહોંચાડી રહ્યુ છે. આજે અમે વિક્રમ વેતાળની બજેટની વાર્તા અંતર્ગત આવાજ વિષયની ચર્ચા કરીશું.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 7:23 PM

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. TV9 ગુજરાતી આ બજેટને લઇને લોકોના સવાલોને વાર્તાના સ્વરૂપમાં રજુ કરી લોકોને સરળ ભાષામાં માહિતી પહોંચાડી રહ્યુ છે. આજે અમે વિક્રમ વેતાળની બજેટની વાર્તા અંતર્ગત આવા જ વિષયની ચર્ચા કરીશું.

આ પણ વાંચો : Budget 2023: વિક્રમ વેતાળ કરે છે બજેટની વાર્તા- કહે છે,ભારતમાં બીજા પણ 36 બજેટ આવે છે તો પછી બધુ ધ્યાન નિર્મલા તાઈ અને મોદીવાળું બજેટ કેમ ખેંચી જાય છે..?

રાજપથનો નજારો નવો નવો છે, જોવાલાયક છે પરંતુ વિક્રમનું મગજ અને તેની સાયકલ એકબીજા સાથે જાણે કે સ્પર્ધા કરી રહ્યા છે. વૃદ્ધ વેતાળ સાથે આજે તેની પહેલી મુલાકાત છે. એક વર્ષ પછી મળશે વેતાળ.. અને થશે સવાલ પર સવાલ… વિક્રમે સાયકલ બગીચામાં પાર્ક કરી અને ઝાડની નીચે પહોંચી ગયો. છેલ્લા એક સપ્તાહથી વિક્રમ બજેટ સમજવા નથી જઇ શક્યો જ્યાં પણ જાય, પોલીસવાળા ભગાડી દે છે. ધૂંધવાયેલો વિક્રમ રેલવે ભવનની બહાર લાકડીથી ખાડો ખોદી રહ્યો છે.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ગયા સપ્તાહે વેતાળે, આ જગ્યાએ જ મળવાનું કહ્યું હતું ને? પણ ખબર નહીં ક્યાં ભટકી રહ્યો છે વેતાળ.

વિક્રમઃ થઇ ગયા તારા ચા-પાણી? તો જરાક આ બાજુ આવ..

વેતાળઃ અરે ઉભો રહે… જરા માહોલ તો જોઇ લઉં એકવાર.. આજકાલ ભૂત ભગાડનારા બહુ ચમકી રહ્યા છે ટીવી પર..

વિક્રમઃ એ બધી વાત છોડ..તે ડમરુ વગાડીને કમાઇ રહ્યા છે..તુ બજેટની વાત કર જેનાથી લોકોની જિંદગી ચાલે છે.

વેતાળઃ શું થયું રાજા બાબુ.. નોર્થ બ્લોક પર બજેટ સમજવા ગયા હતા કે નહીં..કે પછી પોલીસે ફરી સર્વિસ કરી તબિયતથી?

વિક્રમઃ યાર વેતાળ તુ ઘા પર મીઠું કેમ ભભરાવી રહ્યો છે.. આપણે સામાન્ય માણસો છીએ. શું ક્યારેય સરકારની નજીક જઇ શકીએ?

વેતાળઃ અરે રાજા…બહુ ઇમોશનલ ન બનીશ..શું થયું..કેમ અચાનક ગરીબડો બની ગયો?

વિક્રમઃ તુ મને એમ કહે કે બેરોજગારી ટોચ પર છે, માગ છે નહીં, મંદીના પડઘમ સંભળાય છે…તો આવામાં શું ઉંટ પર બેસીને શું બેન્ડ વગાડું?

વેતાળઃ હં…..આવુ તો થઇ રહ્યું છે.. પરંતુ આમાં તારો સવાલ શું છે?

વિક્રમઃ અરે વેતાળ, તુ એ જણાવ કે સરકાર બજેટમાં એવું તો શું કરે કે ઇકોનોમી ઠીક થઇ જાય….

વેતાળઃ હા..હા..હા…જાણે કે, સરકાર અમારા પ્રેત વેતાળોની વાત માની લેશે? અરે તે મોંઘવારીથી પીડાતા સામાન્ય લોકો અને રોજગારી માટે લાકડી ખાતા યુવાનોનું તો સાંભળતી નથી..અમારા જેવા મરેલાઓનું શું સાંભળશે?

વિક્રમઃ અરે વેતાળ..જરા ગંભીર બન..મેં કોઇ જોક નથી સંભળાવ્યો ..હું સોલ્યૂશન પૂછી રહ્યો છું..

વેતાળઃ તારી વાત જોક્સથી કમ નથી..

વિક્રમઃ એટલે?

વેતાળઃ એટલે આ સરકાર કરી શું શકે છે?

વિક્રમઃ મગજ ક્યાં છે તારુ..આટલું મોટું બજેટ..આટલો તમાશો.. મંદી, બેરોજગારી આપણી સરકાર નહીં દૂર કરે તો શું મંગળ ગ્રહથી એલિયન આવીને કરશે?

વેતાળઃ મારુ મગજ તો ઠેકાણે જ છે..તને સાચી વાત કહી રહ્યો છું..

વિક્રમઃ શું સાચી વાત? સરકારનું બજેટ કેટલું મોટુ હોય છે.. 40 લાખ કરોડથી પણ વધુ..અને તુ કહે છે કે સરકાર કંઇ ન કરી શકે..

વેતાળઃ અરે..રાજાબાબુ..જરાક સાંભળો તો ખરા..

વિક્રમઃ સંભળાવ તો ખરો..

વેતાળઃ તુ જીડીપી સમજે છે..ભાઇ…

વિક્રમઃ હાં, કેમ નહીં?..દેશમાં પેદા થતી ચીજોનું બજાર મૂલ્ય..કોરોના પહેલા લગભગ 200 લાખ કરોડ હતું..હવે 140 લાખ કરોડના પણ ફાંફા પડ્યા છે..

વેતાળઃ હાંજી..તો રાજાબાબુ..આટલી મોટી જીડીપીમાં સરકાર રૂપિયામાં કુલ 10-15 પૈસાનો હિસ્સો જ પોતાની પાસે રાખે છે.

વિક્રમઃ એટલે?

વેતાળઃ સરકારનું 40 લાખ કરોડનું બજેટ જીડીપીના 20 ટકા પણ નથી..મારા રાજા..

વિક્રમઃ તો પછી..

વેતાળઃ બાકી 80-90 ટકામાં 60-70 ટકા મારો તારો ખર્ચ અને બાકીનું પ્રાઇવેટ કંપનીઓનું રોકાણ

વિક્રમઃ તો પછી તારુ એમ કહેવું છે કે બજેટથી કંઇ નહીં થાય?

વેતાળઃ વાત તો એમ જ છે..જનતા ખર્ચ કરશે તો માંગ વધશે..

વિક્રમઃ તો પછી બજેટ કોના માટે છે?

વેતાળઃ ભૈયાજી સરકારના હાથ છે ત્રણ. એકમાંથી તે તમારા ખિસ્સામાંથી ટેક્સ કાઢી લે છે. હવે બચ્યા બે હાથ. તેમાં એક હાથ બીજા હાથને પૈસો આપે છે. અને બસ આવુ થયા જ કરે છે દર વર્ષે..

વિક્રમઃ તો પછી આપણને આટલા મોટા બજેટ ભાષણ કેમ આપવામાં આવે છે?

વેતાળઃ ફરી તે ઉંધો સવાલ કર્યો..તુ નહીં સુધરે..હું જઉંછું..

વિક્રમઃ અરે ઉભો રહે..એક બીજો પ્રોબ્લેમ થયો છે. ..જરાક મદદ કરી દે..

વેતાળઃ તુ પણ ભાગ અહીંથી..બહુ સમય થઇ ગયો અહીં ઉભા રહીને..જો પેલો પોલીસવાળો તને ધારીધારીને જોઇ રહ્યો છે…ઠંડીમાં ફરી ધોલાઇ થઇ જશે.

વિક્રર વેતાળના આવા જ સવાલ જવાબમાં જ્ઞાન સાથે નોલેજ મેળવવા માટે વાંચતા રહો વિક્રર વેતાળની બજેટની વાર્તા.

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">