Breaking News : પોલીસ સ્ટેશન નજીક જ લૂંટ! 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી CCTV ફૂટેજ જુઓ

| Edited By: | Updated on: Jun 26, 2026 | 1:03 PM

વડોદરા શહેરમાંથી એક એવી ઘટના સામે આવી છે. જેને સાંભળ્યા બાદ હવે લોકો ચિંતિત થયા છે. મહિલા ગેંગે મહિલાના રૂ. 3,500 રોકડા અને ગળામાંથી મંગલસૂત્ર લઈ ફરાર થઈ હતી. આ ઘટનાના સીસીટીવી જુઓ

વડોદરાના વાડી પોલીસ સ્ટેશન નજીક હિપ્નોટાઈઝ કરીને લૂંટનો બનાવ સામે આવ્યો છે. ત્રણ મહિલાઓએ બ્યુટી પાર્લર સંચાલિકાને વાતોમાં ફસાવી ઘટનાને લૂંટને અંજામ આપ્યો હતો. ફરિયાદી મહિલાના રૂ. 3,500 રોકડા અને ગળામાંથી મંગલસૂત્ર લઈ ફરાર થઈ હતી.હાલમાં “માતાજીના આશીર્વાદ આપવા”ના બહાને મહિલાને હિપ્નોટાઈઝ કર્યાનો આક્ષેપ છે. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ત્રણ મહિલાઓ સ્પષ્ટ નજરે પડે છે.

પોલીસે ફરિયાદ નોંધી

પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ઘટના બનતા અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. CCTV અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપી મહિલાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.લૂંટ થયાની ઘટનાઓ અવાર-નવાર ચર્ચામાં આવતી હોય છે. કેટલીક વખત કોઈ વસ્તુ વેચવાના બહાને તો. કેટલીક વખત પાણી પીવાના નામે આવી ગેંગ લોકોને લૂંટે છે. આ સમગ્ર ઘટનાએ વડોદરા શહેરમાં ચકચાર મચાવી છે, તેમજ લોકોમાં પણ ચિંતાનો માહોલ છે.

 

વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વધુ સમાચાર માટે અહી ક્લકિ કરો

Follow Us