Sabarkantha Breaking News : પ્રાંતિજ નગરપાલિકાના 15 કોર્પોરેટરના સામુહિક રાજીનામા, ભાજપે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી
સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાના 15 કોર્પોરેટરોના સામુહિક રાજીનામાનો મામલો સામે આવ્યો છે.લઘુમતી વિસ્તારમાં પંદર સભ્યો અને કેટલાક સ્થાનિક આગેવાનો સાથે રવિવારે રાત્રે બેઠક યોજાઈ તેવું સૂત્રોનું કહેવું છે.
સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાના 15 કોર્પોરેટરોના સામુહિક રાજીનામાનો મામલો સામે આવ્યો છે.ભાજપ સંગઠને પ્રાંતિજ નજીક ત્રણ અલગ અલગ હોટલોમાં બેઠકો યોજી હતી.નારાજ કોર્પોરેટરો સહિત સંગઠન અને પ્રમુખ સહિતનાઓ વચ્ચે બેઠકો યોજાઈ હતી.ત્રણેય બેઠકો અનિર્ણિત રહેતા આજે ફરીથી બેઠક થવાની સંભાવના છે.
ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યું છે. કોર્પોરેટરોને બળવા માટે ઉશ્કેરણી કરવાના મૂળ શોધવાનો પ્રયાસ કર્યો તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. ઉચ્ચ કક્ષાએથી ભાજપ દ્વારા બળવા માટે ઉશ્કેરનાર અને પ્રથમ બેઠક અંગેની વિગતો એકત્ર કરવામાં આવી છે.લઘુમતી વિસ્તારમાં પંદર સભ્યો અને કેટલાક સ્થાનિક આગેવાનો સાથે રવિવારે રાત્રે બેઠક યોજાઈ તેવું સૂત્રોનું કહેવું છે.
રાજીનામાનો પ્લાન ઘડાયાની આશંકા
લઘુમતી વિસ્તારમાં મોડી રાત્રી બેઠકમાં સામુહિક રાજીનામાનો પ્લાન ઘડાયાની આશંકા છે. બેઠકમાં વિરોધનો પ્લાન તૈયાર કરી રાજીનામાના પત્ર પર કોર્પોરેટરોના સહિઓ લેવામાં આવી છે. સહિ વાળા પત્રને લઈ જિલ્લા સંગઠનને પત્ર સોંપવા મોડી રાત્રે કોર્પોરેટરો હિંમતનગર પહોંચ્યા છે.
જિલ્લાના ભાજપને મોડી રાત્રે સામુહિક રાજીનામાનો પત્ર સોંપાયો હતો.રાત્રી દરમિયાન ઉશ્કેરણી કરી વિવાદ ભડકાવવાની આશંકાથી ભાજપમાં ખળભળાટ મચ્યો છે. પ્રાંતિજમાં બળવાની ફરીથી ઘટનાને લઈ ઉંડાણપૂર્વકની વિગતો એકઠી કરાઈ હોય તેવું સૂત્રોનું કહેવું છે. અગાઉ પ્રાંતિજ તાલુકા પંચાયતમાં બળવો થતા ખળભળાટ મચ્યો હતોહવે પ્રાંતિજ નગરપાલિકામાં બળવો થતાં ભાજપે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી છે.