રાજકોટમાં આગામી 5 થી 7 જૂન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટના પાટીદાર અગ્રણી પુરૂષોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાને અંધશ્રદ્ધાનો કુંભ મેળો ગણાવ્યો છે.પુરૂષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું,આનંદો ભોળા ભક્તો,ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભમેળો યોજાશે.
3 વર્ષ પહેલા પણ જ્યારે રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાઈ હતી ત્યારે પણ પુરૂષોત્તમ પીપળીયાએ વિરોધ કર્યો હતો. સહકારી અને પાટીદાર આગેવાન પરસોત્તમભાઈ પીપળીયાએ પ્રહારો કર્યા છે. બાબા બાગેશ્વર રાજકોટમાં આવીને અંધશ્રદ્ધા ફેલાવશે. આવનારી પેઢીને આપણે કયા માર્ગે લઈ રહ્યા છીએ તેને લઈને સવાલો કર્યા છે.એ.આઈના યુગમાં કેન્સર મટાડવાની વાતો કરતા બાબાનો વિરોધ થવો જોઈએ. તેમનું કહેવું છે કે, અમે હિન્દુ ધર્મના પ્રચારનો વિરોધ કરતા નથી, અંધશ્રદ્ધાનો વિરોધ કરીએ છીએ.
પરસોતમભાઈ પીપળીયાએ કહ્યું મેં પણ અનેક મંદિરો બંધાવ્યા છે. કથામાં હનુમાનજીના ચરિત્રને વાત થતી હોય તો અમને કોઈ વાંધો નથી. આ બાબા આવીને અધશ્રદ્ધા ફેલાવે છે જેનો અમે વિરોધ કરીએ છીએ. સરકાર મૌન રહી તેને પ્રોત્સાહન કરી રહી છે. આ અંધશ્રદ્ધા ફેલાવનાર બાબાઓને રોકવા જોઈએ. રેસક્રોસ મેદાન ખાતે હનુમંત કથાની તૈયારીઓ પણ શરુ થઈ ગઈછે. આ પહેલા પણ પરસોતમ પીપળીયા ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કર્યો હતો.