Breaking News : પોરબંદરમાં પોલીસની ગાડી ડિવાઇડર સાથે અથડાઇ, જુઓ વીડિયો
પોરબંદરમાં પોલીસની ગાડી ડિવાઇડર સાથે અથડાવાની ઘટના સામે આવી છે. ત્રણ માઇલ નજીક બોલેરો જીપ ડિવાઈડર સાથે અથડાતા અનેક સવાલો ઉભા થયા છે. પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ
સામાન્ય રીતે આપણે બસ,ટ્રક કે ટુ વ્હીલરના અકસ્માત સમાચાર સાંભળતા હોય છીએ. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસની ગાડી અકસ્માતનો ભોગ બની છે.પોરબંદર શહેરમાં પોલીસની ગાડીનો અકસ્માત સામે આવ્યો છે. ત્રણ માઇલ વિસ્તાર પાસે ડિવાઇડર સાથે પોલીસની કાર અથડાઇ હતી.અકસ્માત સર્જાયો તે અંગે સવાલો થઈ રહ્યા છે.
પોરબંદર પોલીસનાં કયા પોલીસ સ્ટેશનની ગાડી છે તે અંગે અસમંજસ, સદ નસીબે કોઈ જાનહાની નથી પરંતુ જ્યારે ઘટના બની ત્યારે આસપાસથી પસાર થતા લોકો બોલેરો જીપના અકસ્માત જોવા ઉભા રહી ગયા હતા.
આખી સાઈડ ભૂકો બોલી ગઈ
ત્રણ માઇલ નજીક બોલેરો જીપ ડિવાઈડર સાથે અથડાતા અનેક સવાલો ઉભા થયા છે. રાત્રે બે વાગ્યે અચાનક પોલીસ બોલેરો જીપ ત્યાં કયા કારણોસર ફરતી હતી. તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. પોરબંદર પોલીસના કયા પોલીસ સ્ટેશનની બોલેરો જીપ છે તેની હાલ માહિતી મળી નથી. ગાડી એટલો જોરથી અથડાય હતી કે બોલેરોની એક આખી સાઈડ ભૂકો બોલી ગઈ હતી. સદ નસીબે કોઈ જાનહાની નથી પરંતુ જ્યારે ઘટના બની ત્યારે આસપાસથી પસાર થતા લોકો બોલેરો જીપ ના અકસ્માત જોવા ઉભા રહી ગયા હતા