વન નેશન, વન ઇલેક્શન માટે સંસદની જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી આજથી 3 દિવસ ગુજરાતમાં બેઠક કરશે.કુલ 39 સભ્યોની કમિટી જેમાં પી પી ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક મળશે,કમિટીમાં જુદી જુદી રાજકીય પાર્ટીના લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. વન નેશન, વન ઇલેક્શનને લઈ કવાયત તેજ થઈ છે. વન નેશન, વન ઇલેક્શન માટે ડેલિગેશન આજથી ગુજરાતના પ્રવાસે છે. વન નેશન, વન ઇલેક્શન બિલની સમીક્ષા કરી રહેલ JPCના સભ્યો ગુજરાત આવ્યા છે. મુખ્ય સચિવ સહીત રાજ્ય સરકારના 8 ઉચ્ચ અધિકારીઓ નું ડેલીગેશન ગુજરાત માટે પ્રેઝન્ટેશન કરશે.
ગુજરાત વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં આવતી કાલે મુખ્યમંત્રી સહિત સાંસદો,ધારાસભ્યો સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. અલગ અલગ સંસ્થાઓના વડાઓ, સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. 20 મે ના સવારે 10થી 12 વાગ્યા સુધી મુલાકાત કરશે.
ગુજરાતમાં આ પ્રથમ બેઠક છે. ચૂંટણી એક સાથે થાય તે જરૂરી છે. ઘણા નિષ્ણાંતોએ વન નેશન વન ઇલેક્શનને યોગ્ય ગણાવ્યો છે.લોકસભા,વિધાનસભા માટે સરકારી સ્ટફ જ કામગીરીમાં હોય છે. જેથી વારવાર ચૂંટણી અલગ અલગ થાય તો સરકારી સ્ટાફ હેરાન થાય વિદ્યાર્થીઓનો અભ્યાસ ખરાબ થાય છે. આ એક સાથે ચૂંટણી થાય તો વિદ્યાર્થીઓની અભ્યાસ ન બગડે, આ પહેલીવાર કમીટીમાં 41 સભ્યો છે.અલગ અલગ રાજ્યના ઓપીનિયન લઈ રહ્યા છે. મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ હવે ગુજરાતમાં ઓપિનિયન લઈ રહ્યા છે.દેશવાસીઓને હિતમાં નિર્ણય લેવાય તે જરૂરી છે.વન નેશન વન ઇલેક્શનની આશા ગુજરાતની પ્રજા ખૂબ પોઝિટિવ છે.
Published On - 1:21 pm, Tue, 19 May 26