Breaking News : શિયાળાના આરંભે જ માઉન્ટ આબુમાં નોંધાયું 0 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણું કેન્દ્ર

Breaking News : શિયાળાના આરંભે જ માઉન્ટ આબુમાં નોંધાયું 0 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણું કેન્દ્ર

| Edited By: | Updated on: Nov 19, 2025 | 2:47 PM

માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હાલ અહીં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે બગીચાઓ અને વાહનો પર બરફની ચાદર છવાઈ ગઈ છે.

માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીની શરૂઆત સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હાલ અહીં શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે બગીચાઓ અને વાહનો પર બરફની ચાદર છવાઈ ગઈ છે. શિયાળોની શરૂઆતમાં જ આટલી તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જે ગુજરાતના હવામાનમાં એક અનોખો બદલાવ સૂચવે છે.

માઉન્ટ આબુ બન્યું કાશ્મીર !

આ ઠંડીનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે. પ્રવાસીઓએ ચા અને કોફીની ચૂસકી સાથે આ ઠંડીમાં મજા માણી હતી. બગીચા અને વાહનો પર ઝાકળના ટીપાં બરફમાં ફેરવાતા દ્રશ્યો જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા. કેટલાક પ્રવાસીઓએ આટલી ઠંડીની અપેક્ષા ન રાખી હોવાનું જણાવ્યું હતું અને રાત્રે હીટર તેમજ બે-બે રજાઈનો ઉપયોગ કરવાની જરૂર પડી હતી. આગામી સમયમાં માઉન્ટ આબુ વધુ ઠંડુગાર બને તેવી શક્યતાઓ છે, જે પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે.

શિયાળાના આરંભે આબુમાં જામ્યો બરફ

ઉલ્લેખનીય છે કે માઉન્ટ આબુમાં ગુલાબી ઠંડીની શરૂઆતમાં જ પારો ગગડ્યો છે. શૂન્ય ડિગ્રી તાપમાન નોંધાતા બગીચા અને વાહનો પર બરફ જામ્યો છે. ઠંડીની શરૂઆત થતાં આબુમાં પ્રવાસીઓ ઉમટતા હોય છે. જ્યારે શિયાળાના આરંભે આબુમાં 0 ડિગ્રી તાપમાન નોંધાતા પ્રવાસીઓને હીટરનો સહારો લેવાનો વારો આવ્યો છે. આ સાથે જ ઠંડીના લીધે બગીચા અને વાહનો પર પણ ઝાકળના ટીપા બરફમાં ફેરવાતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો