Botad News: જિલ્લા પંચાયત કચેરીએ મળી પ્રથમ કારોબારી બેઠક, ચેરમેને સંભાળ્યો ચાર્જ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 17, 2023 | 6:26 PM

બોટાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયતની પ્રથમ કારોબારી બેઠક મળી હતી. વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. આરોગ્ય, શિક્ષણ, બાંધકામ સહિતની રચના કરવામાં આવેલ તમામ ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો હતો. તમામ સમિતિના ચેરમેનો દ્વારા વિધિવત રીતે પોતાનો ચાર્જ સભાળ્યો હતો. જેમાં તમામ ચેરમેનોને તેમના ટેકેદારો અને અન્ય જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા પુષ્પગુચ્છ અને સાલ પહેરાવીને અભીનંદન પાઠવ્યા હતા.

Botad News: બોટાદ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા જિલ્લા પંચાયતના પ્રમુખની જાહેરાત કરવામાં આવ્યા બાદ સોમવારના રોજ પ્રથમ કારોબારી બેઠક મળી હતી, જેમાં જિલ્લા પંચાયતના વિવિધ સમિતિઓની રચના કરવામાં આવેલી હતી.

આ પણ વાંચો: Botad News: ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેતરપિંડી, ચેરમેને લગાવ્યા ગંભીર આરોપ, જુઓ Video

કારોબારી ચેરમેન તરીકે રાજુભાઇ ચૌહાણ, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નિર્મલાબેન યાદવ, આરોગ્ય સમિતિમાં કેશુભાઈ પચાલા, સિંચાઈ સમિતિ ગોરીબેન ખટાના, મહિલા અને બાળ વિકાસ ભારતીબેન પાવરા, બાંધકામ સમિતિ ભાનુબેન સલ્યાની વરણીઓ કરવામા આવી હતી.

તમામ સમિતિના ચેરમેનો દ્વારા વિધિવત રીતે પોતાનો ચાર્જ સભાળ્યો હતો. જેમાં તમામ ચેરમેનોને તેમના ટેકેદારો અને અન્ય જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા પુષ્પગુચ્છ અને સાલ પહેરાવીને અભીનંદન પાઠવ્યા હતા.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)