Botad News: વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમમાં કરવામાં આવ્યા 306.42 કરોડના MOU, જુઓ Video

|

Oct 15, 2023 | 8:26 AM

બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા, MP ભારતીબેન શિયાળ, ધારાસભ્ય, કલેકટર સહિત અનેક લોકોએ હાજરી આપી હતી. 306.42 કરોડના એમ.ઓ.યુ કરવામા આવ્યા હતા.

Botad News:  બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોટાદ નગરપાલિકા ટાઉનહોલમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી ભાનું બેન બાબરીયા, સાંસદ ભારતીબેન શિયાળ, ધારાસભ્ય કાળુભાઇ ડાભી, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, કલેકટર, એસપી, ડી.ડી.ઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: Botad News: સોશિયલ મીડિયામાં વીડિયો જોઈ ખેડૂતે કરી લાલ સીતાફળની પ્રાકૃતિક ખેતી, જુઓ Video

કાર્યક્રમની શરૂઆત તમામ મહેમાનોએ દીપ પ્રાગટય કરી હતી. કલેકટર, DDOના હસ્તે MOU કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 306.42 કરોડના MOU કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં આ કાર્યક્રમ દ્વારા 1213 લોકોને રોજગારી મળશે.

વાયબ્રન્ટ બોટાદ મહોત્સવના પ્રદર્શનમાં સરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો તથા હસ્તકલા-આર્ટીઝનના કુલ 41 સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાની સરકારી કચેરીઓના 7, બેંકોના 3, ઔદ્યોગિક એકમોના 5 અને હસ્તકલા અને આર્ટીઝનના 26 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેને નિહાવળા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Next Video