મુંબઇ હાઇકોર્ટે પૂર્વ સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં પ્રફુલ પટેલને રાહત આપી

|

Sep 08, 2022 | 5:42 PM

મુંબઇ હાઇકોર્ટે(Mumbai Highcourt)  દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરના(Mohan Delkar)  આત્મ હત્યા કેસમાં દીવ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલને મોટી રાહત આપી છે.

મુંબઇ હાઇકોર્ટે(Mumbai Highcourt)  દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરના(Mohan Delkar)  આત્મ હત્યા કેસમાં દીવ, દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલને મોટી રાહત આપી છે. જેમાં મુંબઈ હાઈકોર્ટે પ્રફુલ પટેલ સામેની FIR રદ્દ કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દાદરા-નગર હવેલીના સાંસદ મોહન ડેલકર સુસાઇડ કેસમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક મોટું નિવેદન આપ્યું છે. દેશમુખે કહ્યું છે કે, તેમના સુસાઇડ નોટમાં સ્વર્ગસ્થ સાંસદ દ્વારા જે લોકોના નામ લખવામાં આવ્યા છે તેમને બક્ષવામાં આવશે નહીં.પ્રફુલ પટેલ, જે હાલમાં દાદરા-નગર હવેલીના સંચાલક છે, તેનું નામ પણ આ સ્યુસાઇડ નોટમાં હતું. પ્રાપ્ત વિગતો અનુસાર સુસાઇડ નોટમાં 15 પૃષ્ઠ લાંબી છે.

હોટલમાં કરી હતી આત્મહત્યા

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે દક્ષિણ મુંબઈની એક હોટલમાં આત્મહત્યા કરી હતી.  જેમાં દાદરા અને નગર હવેલી, કેન્દ્ર શાસિત દાદરા અને નગર હવેલી, દમણ અને દીવની લોકસભા બેઠક પરથી સંસદસભ્ય  રહેલા  મોહન ડેલકર સ્વતંત્ર રાજકારણી હતા. 19 ડિસેમ્બર 1962 ના રોજ સિલ્વાસામાં જન્મેલા ડેલકરનું પૂરું નામ મોહન સંજીભાઇ ડેલકર હતું.મોહન ડેલકરે અપક્ષ ઉમેદવાર તરીકે 2019 ની લોકસભાની ચૂંટણી લડી હતી અને ભાજપના નાથુભાઇ ગોમનભાઇ પટેલને નવ હજાર મતોથી હરાવ્યા હતા. મોહન ડેલકરે 2019 માં સાતમી વખત લોકસભા પહોચ્યા હતા.

Published On - 5:37 pm, Thu, 8 September 22

Next Video