Bharuch Viral Video : નર્મદા નદીમાં યુવતીએ મોતની છલાંગ લગાવી, પાણીમાં તણાતી યુવતીનો અંતિમ ક્ષણનો વિડીયો વાયરલ થયો

|

Oct 07, 2023 | 11:21 AM

Bharuch : ભરૂચનો Narmada Maiya Bridge આત્મહત્યા અને અકસ્માતની ઘટનાઓને લઈ ખુબ બદનામ છે. આ બ્રિજ ઉપરથી મોતની છલાંગની વધુ એક ઘટના સામે આવી છે. યુવતીએ પૂલ ઉપરથી નર્મદા નદી(Narmada River) માં છલાંગ લગાવ્યા બાદ તે પાણીમાં તણાતી હોવાનો વિડીયો વાયરલ(Viral Video) થયો છે. 

આ પણ વાંચો : Bharuch : Ankleshwarમાં ચોર ઘરના આંગણામાં પાર્ક 2 બાઈક ચોરી કરી ગયા, ઘટના CCTV કેમેરામાં કેદ થઈ, જુઓ Live Video

ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે ભરૂચ – અંકલેશ્વરને જોડતા બ્રિજ ઉપર અચાનક દોડધામ મચી હતી. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક યુવતીએ આ બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં છલાંગ લગાવી હતી. આસપાસ ઉભેલા લોકોને પૂછતાં કેટલાક યુવાનોએ મોબાઈલ કેમેરાના ફૂટેજ(Mobile camera footage) ના વિડીયો બતાવ્યા હતા.આ વિડીયો વાયરલ પણ થયા છે જેમાં જોવા મળીરહ્યું છે કે એક યુવતી પાણીમાં તણાઈ રહી છે જેને બચાવવા કિનારાથી બોટ રવાના કરાઈ હતી પણ આ દરમિયાન પ્રવાહમાં તેની લાપતા બની હતી.

આ પણ વાંચો : Surat Video : પ્રેમ અને વિશ્વાસ એકબીજાના પૂરક છે એ ઉક્તિ આ સગીરા માટે ખોટી પડી, વાંચો Love Jihad નો ચોંકાવનારો કિસ્સો

ઘટના બાબતે ભરૂચ પોલીસ(Bharuch Police)ને જાણ કરવામાં આવતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે નદીમાં લાપતા બનેલી યુવતીની ઓળખ કરવા સાથે તેની શોધખોળના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video