મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અને રામાયણ વિશે આ વાત જાણીને ચોંકી જશો

|

Jan 16, 2021 | 2:20 PM

રામાયણના શ્લોકથી બને છે ગાયત્રી મંત્ર! રામાયણના દર એક હજાર શ્લોક પછીના પ્રથમ અક્ષરથી ગાયત્રી મંત્ર બને છે. ગાયત્રી મંત્રમાં 24 અક્ષર છે. અને વાલ્મીકી રામાયણમાં 24 હજાર શ્લોક છે. ગાયત્રી મંત્ર આ પવિત્ર મહાકાવ્યનો સાર છે. ગાયત્રી મંત્રને સૌ પ્રથમ ઋગવેદમાં ઉલ્લેખ કરાયો હતો. ભગવાન રામના એક બહેન પણ હતા! ભગવાન રામ અને તેમના […]

મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ અને રામાયણ વિશે આ વાત જાણીને ચોંકી જશો

Follow us on

રામાયણના શ્લોકથી બને છે ગાયત્રી મંત્ર!

રામાયણના દર એક હજાર શ્લોક પછીના પ્રથમ અક્ષરથી ગાયત્રી મંત્ર બને છે. ગાયત્રી મંત્રમાં 24 અક્ષર છે. અને વાલ્મીકી રામાયણમાં 24 હજાર શ્લોક છે. ગાયત્રી મંત્ર આ પવિત્ર મહાકાવ્યનો સાર છે. ગાયત્રી મંત્રને સૌ પ્રથમ ઋગવેદમાં ઉલ્લેખ કરાયો હતો.

ભગવાન રામના એક બહેન પણ હતા!

ભગવાન રામ અને તેમના ભાઈઓના એક બહેન પણ હતા. ભગવાન રામના ભાઈઓ વિશે તો સૌકોઈ જાણે છે. પરંતુ ભગવાન રામના બહેન હતા. જેમનું નામ ‘શાંતા’ હતું. અને તેઓ સૌથી મોટા બહેન હતા. તેમની માતાનું નામ કૌશલ્યા હતું. દક્ષિણમાં લખાયેલી રામાયણમાં એવું લખવામાં આવ્યું છે કે તેઓ રાજા દશરથ અને કૌશલ્યાના પુત્રી હતા, પરંતુ જન્મ થયાને થોડાક દિવસો પછી અંગદેશના રાજા રોમપદે તેમને ગોદ લઇ લીધા હતા. ભગવાન રામના મોટા બહેનનું પાલન પોષણ રાજા રોમપદ અને તેમની પત્ની વર્શિની(મહારાણી કૌશલ્યના બહેન)ને કર્યુ.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

ભગવાન રામ વિષ્ણુના અવતાર છે તો અન્ય ભાઈ કોના અવતાર

ભગવાન રામ વિષ્ણુના અવતાર હતા. તો ભગવાન લક્ષ્મણ શેષનાગના અવતાર હતા, જ્યારે ભરત અને શત્રુધ્નને ભગવાન વિષ્ણુના હાથમાં ક્રમશ ધારણ શંખ અને ચક્રનો અવતાર માનવામાં આવે છે.

ભગવાન શિવના ધનુષનું નામ શું હતું?

સીતામાતાના સ્વયંવરમાં જે ધનુષની પ્રત્યુષા ચડાવવાની હતી એ ધનુષનું નામ પિનાક હતું.

14 વર્ષ સુધી વનવાસમાં ભગવાન લક્ષ્મણ જાગતા રહ્યા હતા

એવું માનવામાં આવે છે કે, પોતાના ભાઈ અને ભાભીની રક્ષા માટે ભગવાન લક્ષ્મણ ક્યારેય સૂતા નથી. જેથી તેમને ગુડાકેશ પણ કહેવામાં આવે છે. વનવાસની પ્રથમ રાત્રીએ ભગવાન રામ અને સીતામાતા સૂઈ રહ્યા હતા. ત્યારે નિદ્રાદેવી લક્ષ્મણની સામે પ્રગટ થયા હતા. લક્ષ્મણે વરદાન માગ્યું કે, મને 14 વર્ષના વનવાસ માટે અનિદ્રાનું વરદાન આપો. જે માટે નિદ્રાદેવીએ કહ્યું કે, તમારા સ્થાને કોઈ 14 વર્ષ સુધી સુવાની પ્રતિજ્ઞા કરે તો…જે બાદ ભગવાન લક્ષ્મણના પત્ની ઉર્મીલાએ આ કાર્ય કર્યું હતું. અને તેઓ 14 વર્ષ સુધી સૂતા હતા.

રાવણ વેદો અને ધર્મશાસ્ત્રની સાથે સંગીતના આ વાદ્યના પણ વિદ્વાન હતા

રાવણના સામ્રાજ્યની ધજામાં મા સરસ્વતીના હાથમાં રહેલા વીણાનું ચિત્ર છે. અને રાવણ એક ઉત્કૃષ્ટ વીણાવાદક હતા. અને તેમને આ વાદ્ય વગાડવું બહુ પસંદ હતું.

Published On - 6:06 pm, Sun, 19 January 20

Next Article