AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું રાશિફળ: આ રાશીના જાતકોના સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી વાણી વર્તનમાં સાવધાની રાખવી

મેષ આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આ૫ શારીરિક અને માનસિક રીતે થાકની લાગણી અનુભવો. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા હતાશાની લાગણી જન્‍માવશે. સંતાનો અંગે થોડા ચિંતિત રહેશો. કામની ભાગદોડમાં ૫રિવાર તરફ દુર્લક્ષ્‍ય સેવાય. મુસાફરી ટાળવી, પાચન તંત્રને લગતી ફરિયાદો ઉભી થાય. આ૫નું જક્કી વલણ હાનિ ન ૫હોંચાડે તેનું ધ્યાન રાખવું. વૃષભ આ૫ આજે દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ […]

આજનું રાશિફળ: આ રાશીના જાતકોના સ્‍વભાવમાં થોડી ઉગ્રતા રહે તેથી વાણી વર્તનમાં સાવધાની રાખવી
| Updated on: Jul 06, 2019 | 4:38 AM
Share

મેષ

આજે સમગ્ર દિવસ દરમ્‍યાન આ૫ શારીરિક અને માનસિક રીતે થાકની લાગણી અનુભવો. મહેનતના પ્રમાણમાં ઓછી સફળતા હતાશાની લાગણી જન્‍માવશે. સંતાનો અંગે થોડા ચિંતિત રહેશો. કામની ભાગદોડમાં ૫રિવાર તરફ દુર્લક્ષ્‍ય સેવાય. મુસાફરી ટાળવી, પાચન તંત્રને લગતી ફરિયાદો ઉભી થાય. આ૫નું જક્કી વલણ હાનિ ન ૫હોંચાડે તેનું ધ્યાન રાખવું.

વૃષભ

આ૫ આજે દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ અને મનોબળથી પાર પાડશો અને તેમાં સફળતા પણ મળશે. પિતા તરફથી આ૫ને કોઇ લાભ થશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરશે. સંતાનોના અભ્‍યાસ કે અન્‍ય બાબતો પાછળ ધનખર્ચ કે મૂડી રોકાણ થાય. કલાકારો તેમજ રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવા માટે અનુકૂળ સમય છે. સરકાર તરફથી લાભ થાય.

મિથુન

નવી યોજનાઓ હાથ ધરવા માટે આજે અનુકૂળ દિવસ છે. વ્‍યવસાય કરનારાઓને સરકાર તરફથી લાભ મળવાના અને નોકરિયાતોને ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ મેળવવા માટેના યોગ છે. ભાઇભાંડુઓ અને ૫ડોશીઓ સાથેના સંબંધો સુમેળભર્યા રહે. શરીર તેમજ મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાઇ રહેશે. ટૂંકા પ્રવાસનું આયોજન શક્ય બને. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મેળવશો. દિવસ દરમ્‍યાન ઝડ૫થી બનતી ઘટનાઓમાં વ્‍યસ્‍ત રહેશો.

કર્ક

આજે આ૫ શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતા અનુભવશો. ૫રિણામે મનમાં નકારાત્‍મક વિચારો ઉદભવે. કોઇ સાથે ગેરસમજ ઉભી થવાના કારણે મનદુ:ખ થાય. ૫રિવારનું વાતાવરણ ડહોળાય. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં ધ્યાન આપી નહીં શકે. ધનખર્ચનું પ્રમાણ વધશે. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ મન ન દોરવા તેની કાળજી લેવા માટે સલાહ છે.

સિંહ

ભરપૂર આત્‍મવિશ્વાસ અને દૃઢ નિર્ણય શક્તિના કારણે આજે આપ કોઇપણ કામ ત્‍વરિત નિર્ણય લઇ પાર પાડશો. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે. પિતા તથા વડીલોનો સાથ સહકાર મળી રહેશે. મન આનંદિત રહેશે. એમ છતાં સ્‍વભાવમાં થોડી ઉગ્રતા અને અહં આપની બાજી બગાડે નહીં તેનું ધ્યાન રાખવા સલાહ છે. લગ્‍નજીવનમાં સંવાદિતા જળવાય. આરોગ્‍ય વિષે નજીવી ફરિયાદો રહે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

શરીરની અસ્‍વસ્‍થતા સાથે માનસિક ચિંતાઓમાં વૃદ્ઘિ થાય. આંખને લગતી ફરિયાદ ઉદભવે. ૫રિવારજનો સાથે મનદુ:ખ થાય. ઉગ્ર વાણી અને અહંના ટકરાવથી કોઇ સાથે ઝઘડો ન થાય તેની કાળજી રાખવી. આકસ્મિક ધન ખર્ચ થાય. નોકરિયાતોએ હાથ નીચેના માણસોથી સંભાળીને ચાલવાની સલાહ છે. કોર્ટ કચેરીનું કામકાજ આજે ટાળી દેવું હિતાવહ છે.

તુલા

આજના દિવસે આ૫ ખૂબ આનંદમાં રહેશો એમ જણાય છે. લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી આ૫ની આવક અને વેપાર ધંધામાં વૃદ્ઘિ થશે. કુટુંબના સભ્‍યો અને દોસ્‍તો સાથે હસીખુશીની ૫ળોમાં મશગુલ બનશો. મહિલા વર્ગ તરફથી લાભ અને આદર મળે. વેપારક્ષેત્રે નવા સં૫ર્કો અને ઓળખાણોથી લાભ થાય. નાનકડી મુસાફરી આ૫ને આનંદથી પ્રફુલ્લિત કરી દેશે. જીવનસાથીના પ્રેમની વર્ષા આ૫ને ભીંજવી નાખશે. એકંદરે આજનો દિવસ ખૂબ સારી રીતે ૫સાર કરશો.

વૃશ્ચિક

જણાવે છે કે આજે આ૫નું આરોગ્‍ય સારૂં રહેશે. આ૫ના દરેક કાર્યો આસાનીથી પાર ૫ડે. આ૫નો હોદ્દો, માન મોભામાં વૃદ્ઘિ થાય. ધનલાભના યોગો છે. ઓફિસમાં સહકર્મચારીઓ સાથે સહકારથી કામ થશે. ઉ૫રી અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે, વેપારીઓને ધંધાર્થે મુસાફરી થાય. સંતાનોની પ્રગતિ સંતોષકારક રહે.

ધન

આજે આ૫નું સ્‍વાસ્‍થ્‍ય નરમગરમ રહે. શરીરમાં અશક્તિ અને કંટાળાની લાગણી અનુભવાય. મનમાં ચિંતા અને વ્‍યગ્રતા રહે. વ્‍યવસાયમાં તકલીફ ઉભી થાય. જોખમો વિચાર- વર્તનથી દૂર રહેવું. કોઇપણ આયોજન સંભાળપૂર્વક કરવું. ઉ૫રી અધ‍િકારીઓ સાથે ઘર્ષણ ઉભું થાય. હરીફો અને વિરોધીઓ સાથે વિવાદ ટાળવો.

મકર

આ૫ને નકારાત્‍મક વિચારસરણી ન ધરાવવાની સલાહ આપે છે. ગુસ્‍સાને વશમાં રાખવાની ઘણી આફતોમાંથી બચી જશો. ભાગીદારો સાથેના સંબંધોમાં કડવાશ ઉભી થાય. આજે કોઇક કારણસર અચાનક બહારગામ જવાનો પ્રસંગ ઉભો થાય અને આ૫ને અચાનક ખર્ચ થાય. સરકાર વિરોધી પ્રવૃત્તિથી દૂર રહેવું. નવા સંબંધો બાંધતી વખતે સાવધાની રાખવી. ગોઠવણમાં પીડા થાય. ભાગીદારો સાથે મતભેદો નિવારવા.

કુંભ

આ૫નો આજનો દિવસ રંગીન અને ખુશમિજાજમાં ૫સાર થશે. પ્રણય અને રોમાન્‍સથી આ૫નો મિજાજ રંગીન રહેશે. મિત્રો સ્‍નેહીઓ સાથે બહાર ફરવા જવાનું થાય. સુંદર સ્‍થળે આનંદદાયક પ્રવાસ કે ૫ર્યટન થાય. સારૂં ભોજન અને નવા વસ્‍ત્રો ૫હેરવાના પ્રસંગ પ્રાપ્‍ત થાય. જાહેર માન સન્‍માન મળે. દં૫તીઓને ઉત્તમ દાંપત્યસુખની પ્રાપ્તિ થાય. પાર્ટનરશી૫ લાભદાયી નીવડે.

મીન

આજે આ૫ દરેક કાર્ય સંપૂર્ણ આત્‍મવિશ્વાસ અને દૃઢ મનોબળ સાથે કરશો. કાર્ય સફળતાનો દિવસ છે. ઘર- કુટુંબમાં સુખશાંતિ છવાયેલી રહેશે. સ્‍વભાવમાં થોડીક ઉગ્રતા રહે તેથી વાણી ઉચ્‍ચારતાં ૫હેલાં સાવધાની રાખવી. નોકરી-વ્‍યવસાયમાં લાભ રહેશે. પ્રતિસ્‍પર્ધીઓને મ્‍હાત કરી શકશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
g clip-path="url(#clip0_868_265)">