ગ્રહોના રાજા ભગવાન સૂર્ય નારાયણનું મકર રાશિમાં પ્રવેશ, જાણો કયા ગ્રંથના પાઠ કરવાથી થશે ફાયદો

|

Jan 15, 2020 | 5:28 AM

ગ્રહોના રાજા અને પ્રત્યક્ષ દેવ તરીકે ઓળખાતા ભગવાન સૂર્ય નારાયણના ઉત્તરાયણ તરફના પ્રયાણ અને મકર રાશિમાં પ્રવેશના પુણ્યકાળ દરમિયાન સૂર્ય સિદ્ધાંત નામના ગ્રંથનો પરિચયમાં પણ સૂર્ય ભક્તિ કહી શકાય. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં […]

ગ્રહોના રાજા ભગવાન સૂર્ય નારાયણનું મકર રાશિમાં પ્રવેશ, જાણો કયા ગ્રંથના પાઠ કરવાથી થશે ફાયદો

Follow us on

ગ્રહોના રાજા અને પ્રત્યક્ષ દેવ તરીકે ઓળખાતા ભગવાન સૂર્ય નારાયણના ઉત્તરાયણ તરફના પ્રયાણ અને મકર રાશિમાં પ્રવેશના પુણ્યકાળ દરમિયાન સૂર્ય સિદ્ધાંત નામના ગ્રંથનો પરિચયમાં પણ સૂર્ય ભક્તિ કહી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચોઃ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર અંગે શું ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હતા?

સંક્રાંતિ વર્ષમાં બાર થાય છે ( અધિકમાસ અને ક્ષય માસ સિવાય ) આ સંક્રાંતિમાં મકર સંક્રાંતિનો મહિમા વિશેષ મનાવવામાં આવે છે. સૂર્ય પૂજા ભક્તિથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે. જે સૃષ્ટિમાં અંધકાર દૂર કરે છે તે જીવનનો અંધકાર પણ દૂર કરે છે. સૂર્ય આત્મનો કારક છે માટે આંતરિક સુખનો પણ કારક છે. જેથી તે દરિદ્રતા પણ દૂર કરે છે અને પુનજન્મમાં દરિદ્રતામાં જન્મથી પણ બચાવે છે. માન સન્માન પ્રતિષ્ઠા રાજકીય સફળતા પ્રભાવ પણ આપે છે.

સતયુગના જ્યારે થોડા ચરણ બાકી હતા ત્યારે મય નામના દાનવ કે, જે રાવણના સસરા અને મંદોદરીના પિતા હતા. જેમને વાયુ ભચક્ર સંચારણ જેવી બાબતોના પ્રખર વિદ્વાન માનવામાં આવતા હતા. તેમને સૂર્ય ભગવાનની કઠોર તપસ્યા કરી દાન ભક્તિ વડે સૂર્ય ભગવાન પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું, સૂર્યભગવાન અને મયાસુર વચ્ચેના સંવાદને મયાસુર પાસેથી સાંભળીને એક શ્રેષ્ઠ ઋષિએ ગ્રંથ રચ્યો. જેને સૂર્ય સિદ્ધાંત તરીકે ઓળખાય છે. વશિષ્ટ ઋષિના કહેવા મુજબ જો આ ગ્રંથને શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક પઠન કરે છે. તેમના સારા પાપો નાશ પામે છે. જ્યોતિષશાસ્ત્રમાં પારંગત બને છે.

 

આ ગ્રંથમાં જ્યોતિષ ગણિતનું જ્ઞાન આપવામાં આવેલ છે. જેમાં પલ દિન સૂર્યોદય સૂર્યાસ્ત, નક્ષત્ર માસ યુગ સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ ગ્રહોના ઉદય અસ્ત વક્રી માર્ગી રોહિણી શકટ ભેદન વગેરે જેવા પૃથ્વીના ભ્રમણ દરમિયાન થતા સૂર્ય દ્વારા યોગનું વર્ણન કરવામાં આવ્યું છે. સૂર્યભગવનની કૃપા વડે આ સૂર્ય સિદ્ધાંત ગ્રંથ જ્ઞાન અને ભક્તિમાં વધારો કરનાર છે.

ડૉ. હેમીલ પી લાઠીયા
જ્યોતિષાચાર્ય

Next Article