AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

South facing home: દક્ષિણમુખી ઘર પણ હોય છે સારા, અજમાવો આ વાસ્તુ બદલાઇ જશે નસીબ, જુઓ video

South facing home: દક્ષિણમુખી ઘર પણ હોય છે સારા, અજમાવો આ વાસ્તુ બદલાઇ જશે નસીબ, જુઓ video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 6:52 PM
Share

What to do if you have a south facing house:વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણમુખી ઘર એ છે જેનો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ ખુલે છે. જો તમારું ઘર પણ દક્ષિણમુખી છે તો જાણો વાસ્તુ સંબંધિત ટિપ્સ.

Vastu Tips for Positive Energy:ઘણી વખત એવું બને કે ઘરમાં શાંતિનો અનુભવ ન થાય ઘરનું વાતાવરણ નકારાત્મક લાગે છે. બેચેની લાગે, ઘરમાં રહેવાથી જો આ સમસ્યા આવે છે તો તે વાસ્તુ દોષ અથવા ત્યાં પહેલા રહેતા લોકોની ઊર્જાને કારણે હોઈ શકે છે. સામાન્ય રીતે લોકો દક્ષિણમુખી ઘરને અશુભ માને છે, પરંતુ એવું નથી. જો ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવવામાં આવે તો બધું સારું રહે છે.

આ પણ વાંચો : Vastu tips : શું આપના બાળકો ભણવાથી દૂર ભાગે છે તો આજે જ અજમાવો વાસ્તુ સાથે જોડાયેલ આ સરળ ઉપાયો

ઘરમાં હાજર આ તસવીરો લાવે છે આર્થિક સંકટ

દક્ષિણ દિશાની દિવાસ સૌથી ઉંચી હોવી જોઇએ

આ દિશામાં બારી ન હોવી જોઇએ અથવા ઓછી હોવી જોઇએ

આ દિશાના જો દરવાજો હોય તો ઉંબરો અવશ્ય બનાવો, તે ખૂબ જ શુભ છે.

દક્ષિણમુખી દરવાજા પર હનુમાનજીનું ચિત્ર લગાવવું શુભ માનવામાં આવે છે

આ દિશામાં બોરિંગ, સેપ્ટિક ટાંકી કે કોઈ ખાડો ન હોવો જોઈએ.

આ દિશામાં વાદળી, કાળા રંગનો ઉપયોગ ન કરો. લાલ અથવા ક્રીમ રંગ સારો છે.

રાતે ઘરમાં દક્ષિણ ખુણામાં કાચ અથવા માટીના વાસણમાં દરિયાઈ મીઠું રાખો અને બીજા દિવસે વહેતા પાણીમાં વહેવા દો. ત્રણ દિવસ સુધી આમ કરો. ધ્યાનમાં રાખો કે કોઈએ તે મીઠાને પાર ન કરવું જોઈએ અને તે મીઠું પડવું જોઈએ નહીં.

ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં ફટકડી અને કપૂરનો ટુકડો રાખો અને દર અઠવાડિયે બદલો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">