Mythology : મહાભારતના પાત્રોનાં પુનર્જન્મની રસપ્રદ કથા, જાણો TV9 સાથે..

|

Jun 29, 2021 | 9:51 AM

ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, અર્જુન તારો અને મારો આ પહેલાં પણ જન્મ થયો છે, ફરક એટલો જ છે કે તને તારા પાછલા જીવન વિશે કશું યાદ નથી, જ્યારે હું મારા બધા જ જન્મો વિશે જાણું છું.

Mythology :  પુનર્જન્મ વર્ષોથી એક ચર્ચાનો વિષય રહ્યો છે. તમને મનમાં પ્રશ્ન થતો હશે કે, શું મનુષ્યનો પુનર્જન્મ થવો શક્ય છે અને જો શક્ય હોય તો, જે લોકો ફરીથી જન્મે છે તેઓને તેમના પાછલા જન્મ વિશે કંઇ યાદ કેમ નથી? આજે આપણે જાણીશું કે હિન્દુ ધર્મ પુનર્જન્મ વિશે શું કહે છે.

હિન્દુ ધર્મ પુનર્જન્મમાં વિશ્વાસ રાખે છે, જે મુજબ આત્માઓ જન્મ અને મરણના ચક્રમાંથી પસાર થાય છે અને તે મૃત શરીરને છોડીને નવા શરીરને ધારણ કરે છે. આપણા વેદો અને પુરાણોમાં પણ પુનર્જન્મનો વ્યાપકપણે ઉલ્લેખ છે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, અર્જુન તારો અને મારો આ પહેલાં પણ જન્મ થયો છે, ફરક એટલો જ છે કે તને તારા પાછલા જીવન વિશે કશું યાદ નથી, જ્યારે હું મારા બધા જ જન્મો વિશે જાણું છું.

આત્મા ક્યારેય મૃત્યુ પામતો નથી, માત્ર શરીર જ મરે છે. પુનર્જન્મ સંબંધિત ઘણી વાર્તાઓ હિન્દુ ધર્મમાં વર્ણવવામાં આવી છે. હિન્દુ ધર્મ ગ્રંથોમાં ભગવાન વિષ્ણુ સહિતના બધા દેવોના અવતારોને પણ એક પ્રકારનો પુનર્જન્મ માનવામાં આવે છે. પુનર્જન્મ સંબંધિત ઘણી વાર્તાઓ મહાભારતમાં પણ છે.

મહાભારતના મુખ્ય પાત્ર ભીષ્મ આ પહેલાના જન્મમાં વસુ હતા. ઋષિ વશિષ્ઠના શ્રાપને કારણે તેમને દ્વાપર યુગમાં ગંગાના પુત્ર તરીકે જન્મ લેવો પડ્યો. હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રનો પણ પુનર્જન્મ થયો હતો. ધૃતરાષ્ટ્ર પોતાના પૂર્વજન્મમાં અત્યાચારી રાજા હતો. તેમણે એક હંસની આંખ ફોડી હતી અને હંસના 100 મિત્રોને પણ માર્યા હતા. તેથી ધૃતરાષ્ટ્ર આંધળો થયો અને તેના 100 પુત્રો મહાભારત યુદ્ધમાં માર્યા ગયા હતા.

પાંડવોની પત્ની દ્રૌપદીનો પણ તે સમયે પુનર્જન્મ થયો હતો. પહેલાના જન્મમાં દ્રૌપદી ગુરુ મૌકદલ્યાની પત્ની હતી, જેનું નામ ઇન્દ્રસેના હતું. નાની ઉમરમાં જ ઇન્દ્રસેનાના પતિનું અવસાન થયું હતું. ત્યારબાદ ઇન્દ્રસેનાએ ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું. જ્યારે ભગવાન શિવ તેમની તપશ્ચર્યાથી પ્રસન્ન થયા, ત્યારે વરદાન માગવાને બદલે, ઇન્દ્રસેના ભગવાન શિવ પર મોહિત થઈ ગયા અને તેમણે વરદાનમાં પાંચ વાર પતિ કહ્યું. આ કારણથી જ દ્રૌપદીએ પાંચ પાંડવો સાથે લગ્ન કર્યા હતા.

આ સિવાય મહાભારતના સમયમાં શિશુપાલનો પણ પુનર્જન્મ થયો હતો. શિશુપાલ પાછલા જન્મમાં રાવણ હતો અને તે પહેલા તેનો હિરણ્યકશ્યપ તરીકે જન્મ થયો હતો. આ જન્મો પહેલાં શિશુપાલ ભગવાન વિષ્ણુના સેવક હતા, જેનો શ્રાપ મળ્યો હતો કે તેનો ચાર વખત જન્મ થશે અને દરેક જન્મમાં ભગવાન વિષ્ણુ તેનો વધ કરશે.

આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનનો પણ તે સમયે પુનર્જન્મ થયો હતો. આ પહેલા તે બંનેનો જન્મ નર અને નારાયણના નામથી થયો હતો. તે જન્મમાં બંનેએ મળીને સહસ્ત્રકવચ નામના અસુરને યુદ્ધમાં પરાજિત કર્યો હતો. આ સહસ્રકવચનો ફરીથી મહાભારતના સમયમાં દ્વાપર યુગમાં કર્ણ તરીકે જન્મ થયો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના હાથે મહાભારત યુદ્ધમાં કર્ણ માર્યો ગયો હતો.

જો આપણે ધાર્મિક ગ્રંથોમાં માનીએ છીએ, તો પછી આપણે એ પણ માનવું પડશે કે પુનર્જન્મ છે અને આત્મા કદી મૃત્યુ પામતો નથી. આત્મા ફક્ત એક શરીરથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થાય છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં


આ કથા પણ વાંચો :
Mythology : જાણો, ભારતમાં રાક્ષસના નામ પરથી કયા કયા શહેરના પડ્યા છે નામ ? આ રસપ્રદ કથા

Next Video