મકર સંક્રાંતિઃ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ અને કમુરતા, ધનારાક પુરા, જાણો 2020ના વર્ષમાં શું પડશે અસર

|

Jan 03, 2020 | 11:42 AM

મકર સંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ શાસ્ત્ર મુજબ કમુરતા / ધનારાક પુરા થયા કહેવાય છે. બીજી રીતે જોઈએ તો, સૂર્યનું ઉત્તર અયન તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ જે મકરથી મિથુન રાશિ ભ્રમણ સુધી રહે છે. તા. 14/01/2020 મંગળવાર અને સમય 26:08 વાગ્યે ભગવાન સૂર્ય નારાયણનો પ્રવેશ થશે એટલે તા.15/01/2020 02:08 વાગ્યે માટે સંક્રાંતિનો પુણ્યકાળ તા.15ના […]

મકર સંક્રાંતિઃ સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ અને કમુરતા, ધનારાક પુરા, જાણો 2020ના વર્ષમાં શું પડશે અસર

Follow us on

મકર સંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ શાસ્ત્ર મુજબ કમુરતા / ધનારાક પુરા થયા કહેવાય છે. બીજી રીતે જોઈએ તો, સૂર્યનું ઉત્તર અયન તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ જે મકરથી મિથુન રાશિ ભ્રમણ સુધી રહે છે.

તા. 14/01/2020 મંગળવાર અને સમય 26:08 વાગ્યે ભગવાન સૂર્ય નારાયણનો પ્રવેશ થશે એટલે તા.15/01/2020 02:08 વાગ્યે માટે સંક્રાંતિનો પુણ્યકાળ તા.15ના સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો ગણાય

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો


મકર સંક્રાંતિની કુંડલી તુલા લગ્નની બને છે. લગ્નેશ શુક્ર પાંચમા સ્થાનમાં છે અને તેના પર કર્મેશ ચંદ્રની દ્રષ્ટિ પડે છે. ચોથે સૂર્ય+બુધની યુતિ બુધાદિત્યયોગ બનાવે છે. ત્રીજે શનિ+કેતુ+ ગુરુની યુતિ અશુભ છે તો બીજે સ્વગ્રહી મંગળ તો નવમે ઉચ્ચનો રાહુ છે.

ચોથે સૂર્ય સત્તા વિપક્ષ અને પ્રજા માટે દ્વિધા અને અજંપો કરશે તો ત્રીજે અશુભ યુતિ પાડોશી દેશ સાથે રાગ દ્વેષ ઉભા કરાવશે.
સરકાર ગરીબ માટે નીતિ બનાવશે પણ ગરીબને ફાયદો ઓછો પહોંચશે, મધ્યમ વર્ગ વધુ ભીંસમાં આવશે, અમીર વર્ગ યુક્તિ પ્રયુક્તિ વધારશે.

જૂનના મધ્યથી બુધ, ગુરુ, શુક્ર, શનિ જેવા ગ્રહો વક્રી ભ્રમણ કરશે તો, કાયમી વક્રી ભ્રમણ કરતા ગ્રહો રાહુ અને કેતુ એમ કુલ ૬ ગ્રહોનું વક્રી ભ્રમણ થશે ગુરુ+શનિ જેવા ગ્રહોની યુતિની અસર તેમજ તા. 21/6/2020નું સૂર્ય ગ્રહણ આદ્રા નક્ષત્રમાં થશે જે રાહુનું નક્ષત્ર છે.

સત્તાપક્ષ, વિપક્ષ, તેમજ તેમના નેતા માટે રાષ્ટ્રીય સ્તર અને રાજ્ય સ્તરે નેતાગીરી અને તેમના કામકાજ અને અસંતોષ વધે તો ક્યાંક નેતાગીરી પણ બદલાઈ શકે છે, પ્રજાને આર્થિક બાબતમાં અસંતોષ વધે નવી નોકરી કે વ્યવસાયમાં પરિવર્તન યોગ્ય નિષ્ણાત વિષયના લોકોની સલાહ લેવી જરૂરી ગણી શકાય.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મેદાનીય જ્યોતિષમાં દરેક સંક્રાંતિનું ક્યાંક મહત્વ હોય છે તેમજ આદ્રા નક્ષત્રના પ્રવેશ ને પણ ધ્યાનમાં લેવાય છે અને ગ્રહોની યુતિ ભ્રમણ તેમજ ગ્રહણોની બાબતો. 2020 દરમિયાન આગ, ભૂકંપ, આંદોલન, સરકાર સામે અસંતોષ, વિરોધ પક્ષની ઉપેક્ષા, કુદરતી આપતી, દુર્ઘટના વગેરે જેવી બાબતોની સંભાવના વધુ જણાઈ રહી છે. ભારત દેવ-દેવી અને સંતોની ભૂમિ છે તેથી ભક્તિ અને શ્રદ્ધા બચાવ પણ કટશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ડો. હેમીલ પી લાઠીયા
મેદાનીય જ્યોતિષાચાર્ય

Next Article