સમય આવ્યે ભગવાન પણ કરે છે ભક્તની સેવા ! જાણો, પ્રભુ જગન્નાથે શા માટે કરી હતી માધવદાસની શુશ્રૂષા ? જુઓ Video

|

Jun 08, 2023 | 10:42 AM

ભક્તો જ્યારે પીડામાં હોય છે, ત્યારે તેમને એવું લાગતું હોય છે કે જાણે પ્રભુ તેમની આકરી પરીક્ષા લઈ રહ્યા છે. પરંતુ, વાસ્તવમાં ભક્તને પીડામાં જોઈને સ્વયં ભગવાનને પણ પીડા થતી હોય છે ! માધવદાસજીની પીડાથી દુઃખી થઈ ભગવાન સ્વયં રૂપ બદલીને તેમની પાસે પહોંચ્યા.

જેમ ભગવાન શ્રીકૃષ્ણની નટખટ લીલાઓ પ્રચલિત છે. એ જ રીતે, કળિયુગમાં સાક્ષાત કૃષ્ણ રૂપ પ્રભુ જગન્નાથજીની દિવ્ય લીલાઓ પ્રસિદ્ધ છે. ભગવાન ઈચ્છે તો મૃતઃ પ્રાયને પણ નવજીવન આપી દે. તો શું એ જ ભગવાન ભલાં પોતે બીમાર પડી શકે ! પણ, મનુષ્ય જેવી લીલાઓ કરવા માટે જાણીતા પ્રભુ જગન્નાથ સ્નાન પૂર્ણિમા બાદ દર વર્ષે બીમાર પડે છે. પણ શા માટે ? આવો, તેનું રહસ્ય જાણીએ.

કોણ હતા ભક્ત માધવદાસ ?

જગન્નાથ પુરીની માન્યતા અનુસાર પ્રભુ જગન્નાથજીના બીમાર થવા સાથે તેમના અત્યંત પ્રિય ભક્ત માધવદાસજીની કથા જોડાયેલી છે. માધવદાસજી પ્રભુ જગન્નાથના પરમ ઉપાસક હતા. તે નિત્ય જ પુરી મંદિરમાં પ્રભુના દર્શને જતા અને તેમનું ભજન કરતા. પરંતુ, એકવાર તેમની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ. તે એટલાં અશક્ત થઈ ગયા કે તેમને ઉઠવા-બેસવામાં પણ તકલીફ પડવા લાગી.

ભગવાને કરી ભક્તની સેવા !

ભક્તો જ્યારે પીડામાં હોય છે, ત્યારે તેમને એવું લાગતું હોય છે કે જાણે પ્રભુ તેમની આકરી પરીક્ષા લઈ રહ્યા છે. પરંતુ, વાસ્તવમાં ભક્તને પીડામાં જોઈને સ્વયં ભગવાનને પણ પીડા થતી હોય છે ! માધવદાસજીની પીડાથી દુઃખી થઈ ભગવાન સ્વયં રૂપ બદલીને, સેવક બનીને તેમની પાસે પહોંચ્યા. પ્રભુએ તેમના ભક્તની એવી શુશ્રૂષા કરી કે જેવી ભાગ્યે જ કોઈ કરી શકે ! તેમણે પોતાના હાથે જ ભક્તના ગંદા વસ્ત્ર પણ સાફ કર્યા. પરંતુ, જો ભગવાન ઇચ્છે તો ભક્તને ચમત્કારથી પણ સ્વસ્થ કરી દે. તો, પછી જગન્નાથજીએ માધવદાસજીને સ્વસ્થ કેમ ન કર્યા ? જાણવા માટે અહીં ક્લિક કરો !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Published On - 10:39 am, Thu, 8 June 23

Next Video